________________
: : ૧૭ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
અને ઉત્તમ સંયમનું સેવન કરી સહજ શીતળતા અનુભવાય એવુ' આત્મજ્ઞાન જ અત્યંત હિતકર છે.
૭. પ્રબળ અજ્ઞાન ભ્રમણ સંસાર—જેમ શૂકર (ભુંડ) વિષ્ટામાં જ રતિ માને, તેને તે જ પ્રિય લાગે પણ બીજી ઉત્તમ ચીજ પ્રિય લાગે નહિ તેમ ભાભિની જીવને ક્ષુદ્રતા, તૃષ્ણા, દીનતા, મત્સર, ભય, શઢતા, અજ્ઞતા અને સ્વચ્છ ંદવૃત્તિ વિગેરે દાષાને લીધે દીર્ઘ કાળ સંસારપટન કરવુ પડે તે પ્રિય લાગે, પણ જે સદ્ગુણેાથી જન્મ-મરણના ભયથી મુક્ત થવાય તે પ્રિય ન જ લાગે, તે પ્રમળ અજ્ઞાનતાનું જ જોર જાણવું.
૮. ચિત્ત નિરાય તે ઉત્તમ ધ્યાન—જ્યાં સુધી જીવને પાઁચ વિષયાદિક પ્રમાદ જ પ્રિય છે ત્યાં સુધી ચિત્તના પ્રવાહ ( વ્યાપાર ) તે જ દિશામાં વહ્યા કરે છે, આત્માને પરિણામે અનર્થકારી દિશામાં વહેતા મનના પ્રવાહ રોકીને એકાંત હિતકારી દિશામાં તે પ્રવાહને વાળવા–વાળવા પ્રયત્ન કરવા તે ઉત્તમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન અને રૌદ્રધ્યાનનાં કારણેા ટાળી ધર્મધ્યાન અને શુકલ ધ્યાનનાં કારણેા સેવવાના અભ્યાસ કરવેા એ જ આત્માને એકાંત હિતકારી છે, ચિત્તને વેગ વિષયાદિકમાં વધતા જાય એવાં માઠાં કારણેા સેવવાથી વારવાર સકલેશ પેદા થાય છે તેના સમ્યગ્ વિચાર કરી તેવાં માઠાં કારણેાથી થતા સક્લેશ અટકાવવા માટે અરિહંતાદિક પદોનુ સ્વરૂપ સમજી તેમાં મનને જોડવું અને તેમાં જ તલ્લીન થઈ રહેવુ એજ આત્માને એકાંત હિતકારી છે.
૯. ધ્યેય વીતરાગી ભગવાન—જેને આત્માપરમાત્માનું સ્વરૂપ સમજાયું છે એવા અંતરઆત્મા ધ્યાતા હાઇ શકે છે અને જેમના સમસ્ત દોષ માત્ર દૂર થઇ ગયા છે એવા વીતરાગ પરમાત્મા ધ્યાન કરવા ચાગ્ય-ધ્યેય છે. પરમાત્માનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com