________________
પ્રશ્નોત્તરત્નમાળા
: : ૬૬ ઃઃ
છે, કે પરભવનું સાધન કરવા મનમાં પ્રેરણા થાય છે; જ્ય ક્ષુધાના પ્રમળ ઉદય વખતે એ બધું હોય તે પણ પ્રાયઃ સૂકાઇ જાય છે. એ ક્ષુધા રિસહુને સહન કરનાર કેાઇ વિરલ જ્ઞાની તપસ્વી સાધુ જના જ હોય છે. તેવા સમતાવત તપસ્વી સાધુએ શિરસાવદ્ય છે. શાસ્રનિર્દિષ્ટ તપસ્યા ઉક્ત વેદનાને શમાવવાને ઉત્તમ ઉપાય છે.
૮૯. વક્ર તુરંગ ઈદ્રિ મન જાણા—શાસ્ત્રમાં ઇંદ્રિયાને તથા મનને અવળી ચાલના ઘેાડા જેવા કહ્યા છે. જેમ અવળી ચાલના ઘેાડા અશ્વારને અણુધારી વિષમ વાટમાં ખેચી જઇ વિડંબનાપાત્ર કરે છે, પણ જો તેને કેળવનાર કાઇ કુશળ ( અશ્વવિદ્યામાં નિપુણ ) પુરુષ મળે તે તેને એવા સુધારી શકે છે કે તે જ વાંકે ઘેાડા અલ્પ વખતમાં તેના સ્વામીને ધારેલા સ્થાને પહોંચાડી દે છે; તેમ અણુકેળવાયેલી અશિક્ષિત ઇંદ્રિયા તથા મન સ્વચ્છંદપણે મેાજમાં આવે તેવા વિષયપ્રદેશમાં દોડીને આત્માને અનેક પ્રકારે દુ:ખી કરે છે અને છેવટ દુર્ગતિમાં લઈ જઈને નાંખે છે; પણ જો સર્વજ્ઞ પ્રભુના વચનાનુસાર તેમને સારા કેળવ્યાં હોય તે તે સન્માર્ગમાં ચાલે છે અને સન્માર્ગમાં ટેવાઇ તે પેાતાના સ્વામી આત્માને સદ્ગતિના ભેાક્તા બનાવે છે; માટે શાસ્ત્રકાર ઉપપદંશે છે કે જો તમે ભવભ્રમણનાં દુઃખથકી ડરતા હૈ। અને અચળ અવિનાશી અક્ષય અનત અજરામર એવા મેાક્ષસુખની ચાહના કરતા હા તા ઈંદ્રિયાને વશ કરવાને પ્રખળ પુરુષાર્થ ફારવા. ' જો વિષયસુખને જય કર્યાં તે સર્વ દુઃખના અંત આવ્યે જાણવા. ’ આથી સમજાય છે કે સળ સુખ સ્વાધીન કરવાની ખરી કુંચી મન અને ઇંદ્રિયાને શાસ્ત્રયુક્તિથી સ્વવશ કરી તેમને સન્માર્ગોમાં જ દોરવામાં—ટેવવામાં સમાએલી છે; તેથી એ જ કર્તવ્ય છે.
"
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com