________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૭૦ ::
. ૫. શ્રવણ શોભા સુણિયે જિનવાણી, નિર્મળ જેમ ગંગાજલ પાણી-જેમ ગંગાજળ નિર્મળ મલ– રહિત છે તેમ જિનેશ્વર પ્રભુની વાણું રાગ, દ્વેષ અને મેહરૂપ મળથી સર્વથા મુક્ત છે, કેમકે સર્વજ્ઞ પરમાત્મામાં ઉક્ત દેષને સર્વથા અભાવ જ હોય છે, અને તેથી જ તેમની વાણી નિર્મળ કહી છે. એવી નિર્મળ જિનવાણીનું કર્ણપટથી પાન કરવું એ જ શ્રવણ ઇન્દ્રિયની ખરી શેભા છે. અજ્ઞાની જને પિતાના કાનને કલ્પિત સુવર્ણાદિક ભૂષણથી શેલાવવા પ્રયત્ન કરે છે, ત્યારે તરવરસિક જને પોતાનાં કર્ણને સહજ નિરુપા-- ધિક સુવર્ણ (ઉત્તમ વર્ણઅક્ષરાત્મક વચનપંક્તિ)વડે સુશોભિત કરે છે, અને એમ કરીને પોતાની સુકર્ણતા સાર્થક કરે છે. - ૯૬. નયન શોભા જિનબિંબ નિહારે, જિન
પઢિમા જિન સમ કરી ધારે– જેવી રીતે જિનવાણીનું શ્રવણ કરવું એ કર્ણની શોભા છે, તેવી જ રીતે જિનમુદ્રા-- જિનપડિમાનાં દર્શન કરવાં એ નયનનું ભૂષણ છે. જેમ જિનવાણુથી હૃદયમાં વિવેક પ્રગટે છે તેમ જિનદર્શનથી પણ વિવેક પ્રગટે છે. તે એવી રીતે કે પ્રભુમુદ્રા જતાં પ્રભુનું મૂળ સ્વરૂપ
સ્મરણમાં આવે છે, અને પ્રભુના સ્વરૂપનું યથાર્થ ભાન થતાં તેવું જ આપણું પિતાનું આત્મસ્વરૂપ સત્તાગત રહેલું છે તેની ઝળક પડે છે અને સ્થિર અભ્યાસે પ્રભુસ્વરૂપના સાનિધ્યથી આપણે પણ પ્રભુ સદશ થવાને શીખીએ છીએ. જેમ જેમ આપણે પ્રભુમુદ્રાથી પ્રતીત થતા ગુણને અભ્યાસ કરતા જઈએ છીએ તેમ તેમ આપણે આપણું અંતરમાં ઢંકાઈ રહેલા ગુણોને પ્રગટ કરવામાં સફળ થઈએ છીએ; અને એવી રીતે અંતે પ્રભુ સાથે અભેદભાવે મળી જતાં પ્રભુ સદશ અસાધારણ પુરુષાર્થ ફેરવતાં આપણે પ્રભુરૂપ થઈ શકીએ છીએ. આવી સર્વોત્તમ પદવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com