________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૭૬
:
કીશ— રસપૂર્ણ નંદસુચંદસંવત (૧૯૦૬),માસ કાર્તિક જાણીએ, પક્ષ ઉજજવળ તિથિ ત્રયોદશી,વાર અચળ વખાણુઓ; આદીશ પાસ પસાય પામી, ભાવનગર રહી કરી, ચિદાનંદ જિણુંદ વાણી, કહી ભવસાયર તરી. ૪૦
૧૦૨. સતગુરૂ ચરણુણ શિર ધરિએ, ભાલ શોભા ઈવિધ ભવિ કરીએ--સરની ચરણ જ મસ્તક ઉપર ધારી ગુરુઆજ્ઞા પ્રમાણ કરવી એ સુજ્ઞ જનનું કર્તવ્ય છે. ભાલલલાટ)માં તિલક કરવાને પણ એ જ ઉત્તમ ઉદ્દેશ સંભવે છે. “પિતે તત્ત્વના જાણકાર સતા ભવ્ય જનના હિત માટે સતત ઉજમાળ હોય, જે નિષ્પાપવૃત્તિને સેવનાર હેય અને અન્ય આત્માથી જનને પણ નિષ્પાપ માર્ગ બતાવનાર હેય, પિતે ભવસમુદ્રથી તરે અને અન્યને પણ તારી શકે એવા હોય તે સદગુરૂનેજ આત્મહિતૈષી જનેએ સેવવા.” કહ્યું છે કે પવિત્ર કરીને જીહા તુઝ ગુણે, શિર વહિયે તુઝ આણ; મનથી કદીએ રે પ્રભુ! ન વિસરિયે, લહીએ પરમ ક૯યાણ ” એવા પરમ ગુરુના ગુણગ્રામથી જિહુવા પાવન થાય છે, તેમની પવિત્ર આજ્ઞાને વહન કરવાથી આપણું ઉત્તમાંગ ટીપી નીકળે છે અને તેમનું સદા ય સ્મરણ કરવાથી અંતઃકરણ ઉજજવળ થાય છે; યાવત તેથી જન્મમરણની સર્વ વ્યથા ટળે છે અને અક્ષય અનંત એવું મેલસુખ મળે છે. :
૧૦૩. મોહજાળ હેટ અતિ કહીએ, તાકું તોડ અક્ષયપદ લહીએ–આપણને મુંઝાવે તે મેહ. ઉત્તમ પ્રકારના જ્ઞાન-દર્શનનું આચ્છાદાન કરનાર અને અશુદ્ધ વૃત્તિને પેદા કરનાર જ મેહ છે. રાગ, દ્વેષ, ઈર્ષા, ખેદ, મત્સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com