________________
:: ૮૧ ::
પ્રશ્નોત્તરત્નમાળા
હરવા પૂરતે પ્રયત્ન સેવા જોઈએ. આત્મજ્ઞાન અને આત્મશ્રધ્ધા યેગે તે પ્રયત્ન સફળ થાય છે. “સરલાશય નિમાયીનું જ કલ્યાણ થઈ શકે છે. જેની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સરલ-માયા રહિત છે તે જ પ્રભુની પવિત્ર આજ્ઞાને આરાધી અક્ષય સુખ સાધી શકે છે, તેથી જેમને જન્મમરણનાં અનંત દુઃખથી ત્રાસ લાગતું હોય અને અક્ષય અનંત એવાં નિર્ભય મેક્ષસુખની ખરી ચાહના હોય તેમણે માયા-કપટ તજી નિષ્કપટ વૃત્તિ આદરવા પૂરતી કાળજી રાખવી જરૂરની છે. ઉદયરત્ન કહે છે કે “મુક્તિપુરી જાવાતણે જીરે, એ મારગ છે શુદ્ધ રે પ્રાણી ! મ કરીશમાયા લગાર.” જેમ કાજળથી ચિત્ર કાળું થઈ જાય છે તેમ માયાથી ચારિત્ર મલિન થઈ જાય છે, એમ સમજી શાણુ આત્માથી જનેએ મેહમાયાને સર્વથા ત્યાગ કરવા પૂરતું લક્ષ્ય રાખવું.
૧૦૯ સુધા સમાન અધ્યાતમવાણું-અધ્યાત્મ શાસ્ત્રને ઉપદેશ અમૃત સમાન કહ્યો છે, તેથી પ્રગટ આત્મામાં પરમશાંતિ અનુભવાય છે અને અનુક્રમે મેક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મ માર્ગ બતાવે તે અધ્યાત્મ વચન છે. જે વચન એકાંત આત્મહિતને જ અર્થે પ્રવર્તે છે, જે વચન રાગ દ્વેષાદિક વિકારવજિત વીતરાગ પ્રભુની અમૃતમય વાણુના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે કિયાનો એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને કિયાને સાથે જ પુષ્ટિ મળે છે, અને જે વચનવડે શુધ્ધ સમજપૂર્વક શુધ્ધ કિયા સેવવા જ પ્રવર્તાય છે તેનું નામ “અધ્યાત્મ વચન” કહી શકાય છે. જેમ પંખી બે પાવડે જ ઊડી શકે છે અને જેમ રથ બે ચકવડે જ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાન કિયાના સંમેલનથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com