________________
પ્રશ્નોત્તરરત્નમાળા
૧૧૩. રંગ પતંગ દુરજનક નેહા, મધ્ય ધાર જે આપત છેહા–જે ઉત્તમ પુરુષોનાં પણ છિદ્ર જુએ છે, સહનું અનિષ્ટ ચિંતવે છે, પ્રસંગે અન્યને અપાય–અહિત કરવા ગમે તેવું જોખમ ખેડે છે, તેમાં દૈવયેગે ફાવે તે ખૂબ પુલાય છે અને કદાચ ન ફાવે તે દિનરાત તેની ચિંતા કરી તંદુલીયા મચ્છની જેમ દુર્ગતિનાં ભાતાં બાંધે છે, તેવી કનિષ્ટ કેટિના છો ક્ષુદ્ર-દુર્જન કહેવાય છે. તેમને સ્નેહ કેવળ કૃત્રિમ–પતંગના રંગ જે જ હોય છે. પિતાનું ઈચ્છિત કાર્ય સાધવા માટે જ તે ઉપરઉપરથી રાગ બતાવે છે, ખુશામત કરે છે, સેવા બજાવે છે અને સામા માણસ ન કળી શકે એવી દરેક કળા કેળવવા પ્રયત્ન કરે છે, પણ પોતાનો કલ્પિત સ્વાર્થ સાધવા તે દરેક તક શોધતું રહે છે અને તેમ કરવાને કદાચ કઈને કૂવામાં કે દરિયામાં નાંખવું પડે તે પણ તે ડરતે નથી. મતલબ કે પિતાની ક્ષુદ્ર-સ્વાર્થ વૃત્તિને પિષવા તે દરેક નીચ કાર્ય કરવા તત્પર રહે છે, અને તેમ કરતાં તે મનમાં કંઈ શરમાતો નથી. આવા માણસને વિશ્વાસ કરે એ કાળા નાગને વિશ્વાસ કરવા કરતાં પણ વધારે જોખમવાળો છે. ઝેરી નાગને બે જ જબ હેય છે ત્યારે દુર્જનની જીભની સંખ્યા કઈ કહી શકયું નથી. મતલબ કે તે લાગ મેળવીને અનેક ઉત્તમ જનેને અનેક રીતે અનેક વાર દંશ દેવા પ્રવર્તે છે. જો કે દુર્જનની વિષમય ઊર્મિઓ સજન પુરુષોનું શુધ્ધ ચૈતન્ય હરવા-નષ્ટ કરવા સમર્થ થઈ શક્તી નથી. સજજન પુરુષો સદાય સ્વકર્તવ્ય કર્મમાં સાવધાન હોય છે, તેથી તેમને દુજને લેકેને કંઈ ડર નથી તેમને નામાં તે અપૂર્વ અપૂર્વ જાગૃતિથી ઉલટું નવનવું ચેતન્યબલ રેડાતું જાય છે. સજજનેનું દિલ દુખવાનું જે કંઈ પણ સબળ કારણ હોય તે તે એ છે કે દુર્જને નિષ્કારણ પિતાના આત્માને મલિન કરીને દુરંત દુર્ગતિગામી થાય છે. સર્જન અને દુર્જનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com