________________
:: ૮૩ : :
પ્રશ્નોત્તરત્નમાળા
તત્વ પામીએ તે જ ખરી સત્સગતિ સમજવી, અને એવી સત્સંગતિ જ સદા ય સેવવા યંગ્ય છે. સત્સંગતિને શાસ્ત્રકારે
શીતલ સદા સંત સુરપાદપ વિગેરે પદેથી કલ્પવૃક્ષાદિકની ઉપમા આપી છે, અને તે તેમને યથાર્થ છાજે છે. જેમ કલ્પવૃક્ષની છાયા શીતલ હોય છે, તેની નીચે બેસનાર શાંતિ પામે છે તેમ સંત-સુસાધુ જનેની સંગતિથી ભવ્ય જનેને ત્રિવિધ તાપ ઉપશમે છે, અને સહજ શાંતિ-સમાધિનો લાભ થાય છે. વળી “પતંતિઃ શા નિ જોતિ ઉતા" એ વચનાનુસારે સત્સંગતિથી કયા કયા લાભ નથી સંભવતા ? સત્સંગતિથી સવે ઉત્તમ લાભ સંપજે છે. બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, એટલે સહુને પ્રિય લાગે એવું મિષ્ટ અને હિતકર સત્ય શીખવે છે, પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરે છે અને પાપના ઓઘ દૂર કરે છે. એ વિગેરે અનેક ઉત્તમ લાભ સત્સંગતિ વેગે સાંપડે છે, એમ સમજી કુબુધ્ધિ વધારનારી કુસંગતિને ત્યાગ કરી, સુબુદ્ધિને જગાડી, સદાચરણ શીખવી, સદ્ગતિ મેળવી આપનારી સત્સંગતિનેજ સેવવા સદાય લક્ષ્ય રાખવું.
૧૧૨ જિહાં ગયાં અપલક્ષણ આવે, તે તો સદા ય કુસંગ કહાવે–જેની સંગતિથી કંઈ ને કંઈ અપલક્ષણ-અવગુણ શિખાય તેને શાસ્ત્રકાર કુસંગ કહે છે, અને તેવા કુસંગને સદા ય ત્યાગ કરવા ઉપદિશે છે. કુસંગથી ક્યા ક્યા અવગુણ જીવમાં આવતા નથી? મતલબ કે અવગુણ માત્ર કુસંગથી જ ઉપજે છે, અને તેથી જ શાસ્ત્રકાર સર્વથા તેને ત્યાગ કરી સત્સંગતિને અનન્યભાવે સેવે છે તે અંતે સર્વ ઉપાધિથી મુક્ત થઈ નિરુપાધિક અને નિદ્ધ એવું મુક્તિનું સુખ પામે છે, એમ સમજી શાણું જએ નીચ નાદાન જનેની સંગતિથી દૂર રહેવા તેમજ તેવાં નબળાં કાર્યોથી પણ દૂર રહેવા સદા સાવધાન રહેવું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com