________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૭૪ ::
કંઠશોભા તે ભારી–સૂક્તમાળ એટલે મેતી તેની માળા (મતીની માળા) જેમ કઠે ધરવામાં આવે છે તે કંઠ સારી શેભાને પામે છે, તેમ જે જિનેશ્વર પ્રભુના કેવળ જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રમુખ અનંત ઉજવળ ગુણરૂપી મુક્તાફળની માળા કઠે ધરવામાં આવે છે, એટલે જે પ્રભુના સદ્દગુણનું જ રટન કરવામાં આવે છે અથવા મધુર કંઠથી પ્રભુને પરમ ઉજજવળ ગુણેનું ગાન કરવામાં આવે છે તે તેથી કંઠની સાર્થકતા થાય છે. સ્વાર્થવશ જીવ કેની કેની ખુશામત કરતે નથી? જેનામાં સદ્દગુણની શ્રેણિ પ્રગટી નથી અને જે દેષમાં ડૂબેલા છે તેવાની ખુશામતથી કંઈ વળતું નથી. જે ખરી પૂર્ણતાને પ્રાપ્ત થયેલા છે તે મેઈની ખુશામત ઈછતા પણ નથી, એવા પૂર્ણાનંદ પ્રભુના જ ગુણગ્રામ અહેનિશ ગાવા ઉચિત છે કે જેના ગુણગાન કરવાથી એવા જ ઉત્તમ ગુણની આપણને પ્રાપ્તિ થઈ શકે. કહ્યું છે કે “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ”—ઉત્તમ લક્ષ્યથી પ્રભુના ગુણ ગાનાર પિતાના સકળ દોષને અંત કરીને પ્રભુના પવિત્ર પદને પામી શકે છે. એમ સમજી કૃપણુ અને નીચ-નાદાન જનેની સંગતિ તજી સત્સંગથી પ્રભુનું સ્વરૂપ યથાર્થ ઓળખી, પ્રભુભક્તિમાં પિતાનું ચિત્ત જેડી દઈ, પરમાત્મ ગુણેનું સ્મરણ, ચિંતવન, રટણ કરવાને દઢ અભ્યાસ પાડી તેવા જ અનંત અપાર સદ્દગુણે. આપણામાં જ પ્રકટે એ અચળ પ્રયત્ન કરે ઉચિત છે. ૧૦૨ થી ૧૧૪ સુધી (૧૩) પ્રશ્નના ઉત્તર
નીચે પ્રમાણે– સતગુરુ ચરણરેણુ શિર ધરીએ,
ભાળ શોભા અણુવિધ ભવિ કરીએ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com