________________
પ્રશ્નોત્તરત્નમાળા
[:: ૭૨ ::
૯૮. કરકી શેભા દાન વખાણે, ઉત્તમ ભેદ પંચ તસ જાણે- જેમ મુખની શોભા સત્ય બલવામાં છે તેમ હાથની શેભા દાન દેવામાં છે. તે દાનના શાસ્ત્રમાં પાંચભેદ બતાવેલા છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીનિદાન અને ઉચિતદાન તેના પણ દ્રવ્યભાવથી બે બે ભેદ થઈ શકે છે. લક્ષ્મી પ્રમુખ દ્રવ્ય સાધનથી દાન તે દ્રવ્ય દાન છે, અને જ્ઞાનાદિક ભાવ સાધનથી દાન તે ભાવદાન છે. જે લક્ષમી પ્રમુખને દુર્વ્યસનમાં વ્યય કરે તે દુર્ગતિનું કારણ છે, અને તે જ લક્ષમી પ્રમુખને સત ક્ષેત્રાદિક શુભ માગે વ્યય કરે તે સદ્ગતિનું કારણ છે. તેમાં પણ સદવિવેકયેગે જે જે સ્થળે દ્રવ્ય–વ્યય કરવાની વિશેષે જરૂર જણાય તે તે સ્થળે તેને વ્યય કરવામાં અધિક લાભ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રમુખનું દાન તે ભાવદાન કહે વાય છે, અને તેવું ભાવ દાન દ્રવ્યદાન કરતાં ઘણું જ ચઢિયાતું છે; તેથી તે ઉભય પ્રકારનું દાન અનુકમે આરાધવા એગ્ય છે, અને એ જ સદભાગ્યેયેગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીનું ઉત્તમ ફળ છે.
૯. ભુજા બળે તરીએ સંસાર, અણુ વિધ ભુજ શોભા ચિત્ત ધાર–ભુજબળે એટલે નિજ પરાકમથી–પુરુષાર્થથી જ સંસારસમુદ્ર તરી શકાય છે. તેવી ઉત્તમ ભુજા પામીને જે પિતાનું પરાક્રમ સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરવા માટે ફેરવવામાં આવે તે તેથી સંસારસમુદ્ર તરે સુકર પડે છે આ દુનિયામાં સ્પર્ધા, વૈષ, ઈષ અને મેહને વશ થઈ રણસંગ્રામ વિગેરેમાં પોતાની ભુજાને ઉપગ કરનાર અનેક જને નીકળે છે, પરંતુ પૂર્વોક્ત દેષસમૂહને દળી પવિત્ર રત્નત્રયીનું યથાવિધ આરાધના કરવામાં
સ્વવીર્યનો સદુપયેગ કરનારા કેઈ વિરલા જ નરરત્ન નીકળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com