________________
:: ૭૩ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
આવે છે, અને એ જ ખરું ભુજબળ શોભાકારી અને પ્રશંસનીય છે. આત્માથી જનોએ પિતાના ભુજબળને સદુપયેગ કર ઉચિત છે.
૧૦૦. નિર્મળ નવપદ ધ્યાન ધરીજે, હૃદય શેભા અણુવિધ નિત કીજે—હૃદય એ વિવેકનું સ્થાન છે. જે એ હૃદયને કેળવી જાણે છે તેનામાં સવિવેક જાગે છે, અને તેથી તે હિતાહિતને નિશ્ચય કરીને અહિતને ત્યાગ કરી, હિત ભાણ પ્રવૃત્તિ કરે છે. જ્યારે મેહવશ જગત્ અસતપ્રવૃત્તિ પસંદ કરે છે ત્યારે વિવેકી હદય પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ જ પસંદ કરે છે. તે સતપ્રવૃત્તિને પણ નિવૃત્તિને માટે જ સેવે છે. નિવૃત્તિમાં જ સાચું સુખ, શાંતિ યા સમાધિ સમાયેલ છે. તેથી જ જેમણે સંપૂર્ણ સુખ-શાંતિ-સમાધિને સ્વાધીન કરેલ છે એવા અરિહંતાદિક નવપદનું વિવેકવંત નિજ હૃદયમાં અપૂર્વ શાંતિને સાક્ષાત્ અનુભવ કરવા એકાગ્રપણે ચિંતવનરૂપ ધ્યાન કરે છે, અને દઢ અભ્યાસગે અરિહંતાદિક નિર્મળ નવપદમાં લયલીન થઈ આત્માની અપૂર્વ શાંતિને સાક્ષાત્ અનુભવ કરી શકે છે. હૃદયકમળ ધ્યાન કરવા માટે એક નિમિત સ્થાન છે, તેમાં અરિહંતાદિક ધ્યેયનું વિવેકપૂર્વક ધ્યાન કરવાથી અનુક્રમે દઢ અભ્યાસથી તે ધ્યાનની સિદ્ધિ થાય છે. એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો ભેદભાવ મટી તેમાંથી સમરસી ભાવ પ્રગટે છે. એ સમરસી ભાવનું સુખ સમરસીભાવવેદી જ જાણે છે, અર્થાત્ તે અનુભવગમ્ય હેવાથી વચન અગોચર છે. પણ તેની પ્રાપ્તિને ખરે ઉપાય નિજ હૃદયકમળમાં નવપદને સમજપૂર્વક એકાગ્રપણે ધ્યાવવા એ છે; તેથી આત્માથી જનેએ બીજી બધી ધમાલ મૂકીને શાંતવૃત્તિથી પિતાના હૃદયમાં એ જ ધ્યાવવા ગ્ય છે.
૧૦૧. પ્રભુગુણ મુક્તમાળા સુખકારી, કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com