________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૬૮ ::
વિક સુખ જેથી દવામાં આવે તેનું નામ અનુભવ.” “શાસ્ત્ર તે વસ્તુની દિશા માત્ર બતાવે છે, ત્યારે તેને પાર તે અનુ. ભવ જ પમાડે છે.” “અનુભવજ્ઞાન કેવળજ્ઞાનરૂપી સૂર્યનો અરૂણોદય છે. કેની કેની કલ્પનારૂપી કડછી શાસ્ત્રરૂપી ક્ષીરમાં ફરતી નથી, પરંતુ અનુભવરૂપી જીભ વડે તે શાસ્ત્રક્ષીરનું આસ્વાદન કરનાર કેઈક વિરલા જ હોય છે. ' આ બધાં સૂક્ત વચને અનુભવજ્ઞાનને અપૂર્વ મહિમા પ્રદર્શિત કરે છે, એમ સમજી જેથી પિતાના શુદ્ધ આત્મતત્વને સંપૂર્ણ સાક્ષાત્કાર થાય તેવા અનુભવજ્ઞાન માટે જ યત્ન કર ઉચિત છે.
ત્ર કામગવી વર વિદ્યા જાણુ-અન્ન સદ્દવિદ્યાને કામધેનુ જેવી સુખદાયી કહી છે. જેમ કામધેનુ સહુ જાતની મનકામના પૂરે છે તેમ સદ્દવિદ્યા પણ પૂરે છે.” “તત્તધીવિદ્યા” એ વચનાનુસારે વસ્તુને વસ્તુસ્વરૂપે જેથી જાણી શકાય, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ ઓળખાવનારી વિદ્યા વિદ્યા કહેવાય છે, અને તેથી વિપરીત વિદ્યા અવિદ્યા કહેવાય છે, તે અવિદ્યાનું સ્પષ્ટ લક્ષણ આવું કહ્યું છે કે “અનિત્ય, અશુચિ અને પરવસ્તુને નિત્ય, પવિત્ર અને પિતાની માનવી.” આવી અવિદ્યા, મિથ્યા ભ્રાંતિ યા અજ્ઞાનને પરિહરવા પ્રયત્ન કરે એ પ્રથમ જરૂરનું છે. તે વિના કામધેનુ સમાન શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત થઈ શકતી જ નથી, અને તે વિના આત્મકલ્યાણ પણ સાધી શકાતું નથી, માટે આત્માથી જનેએ સદ્દગુરુ સંગે સદવિદ્યા જ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર ઉચિત છે.
૩. ચિત્રવેલી ભક્તિ ચિત્ત આણ–અત્ર ભક્તિને ચિત્રાવેલી સાથે સરખાવી છે. જેમ ચિત્રાવેલીથી સુવર્ણસિદ્ધિ થાય છે તેમ ભક્તિથી પણ ભવ્ય જનની મનોકામના પૂર્ણ થાય છે,
એટલું જ નહિ પણ તેથી સ્વર્ગ અને અપવર્ગ(મોક્ષ)ની પણ પ્રાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com