________________
::
૭ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
૯૦. કલ્પવૃક્ષ સંજમ સુખકાર જેમ સર્વ વૃક્ષામાં કલ્પવૃક્ષ ઉત્તમ દેવતરુ ગણાય છે અને તેની છાયા, મૂળ, પત્ર, પુષ્પ અને ફળ સર્વે ઉત્તમ છે તેમ “સંયમ સુખ ભંડાર' સર્વદેશિત સંયમ સર્વ સુખનું નિધાન છે. વીતરાગ પ્રભુના નિષ્પક્ષપાતી વચન ઉપર અચળ આસ્થા એ સંયમનું મૂળ છે, યમ નિયમ વિગેરે તેનાં પાત્ર છે, સહજ સમાધિરૂપ તેની શીતળ છાયા છે, ઉત્તમ દેવ મનુષ્ય ગતિ તેનાં સુગંધી પુષ્પ છે અને મેક્ષરૂપ તેનું સર્વોત્તમ ફળ છે. આવા એકાંત સુખદાયી સંયમની કેને ચાહના ન હોય? પરંતુ અનાદિ કાળથી આત્મક્ષેત્રમાં ઊગી નીકળેલાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપ ( Weeds demerits) દુર્ગુણરૂપી નકામા હાનિકારક પાઓને ઉખેડી નાખી, પ્રથમ હદયભૂમિની શુદ્ધિ કરવા અક્ષુદ્રતાદિક ગ્યતા સંપાદન કરી, અનુક્રમે સર્વજ્ઞદેશિત સંયમના યા અધ્યાત્મના અવંધ્ય બીજરૂપ શુધ્ધ શ્રધ્ધાન રેપી, તેમાં નિર્મળ જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કરવામાં આવે છે, તે તેમાંથી પરમ સુખદાયક યમ નિયમાદિક સંયોગને પ્રાદુભવ થાય છે, અને તેથી સ્વર્ગનાં તથા મેક્ષનાં ઉત્તમત્તમ સુખ સંપ્રાપ્ત થઈ શકે છે, એમ સમજી આત્માથી જનેએ ઉક્ત દિશામાં વિશેષ ઉદ્યમ કર ઉચિત છે.
૯૧. અનુભવ ચિતામણિ વિચાર–અનુભવજ્ઞાન ચિંતામણિ રત્ન જેવું અમૂલ્ય છે, તેથી ચિંતિત સુખ સાધી શકાય છે. તેનું ગ્રંથાકારે એવું લક્ષણ બતાવ્યું છે કે વસ્તુ વિચારત દયાવત, મન પાવે વિશરામ; રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ યાકે નામ' અથાત્ અમુક ધ્યેય વસ્તુને વિચારતાં કે ધાવતાં મન શીતળતાને પામે અને તે વસ્તુના રસનું આસ્વાદન કરવા રૂપ સહજ સ્વાભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com