________________
:: ૬ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
થઇ શકે છે. ખીજા સાધન કરતાં ભક્તિનું સાધન સુલભ છે એટલું જ નહિ પણ સંગીત સુખ આપનારું' પણ છે. જ્ઞાનાદિક અન્ય સાધનમાં મદ આવવાના ભય છે ત્યારે ભક્તિમાં એવા ભયને અવકાશ જ મળતા નથી, ભક્તિથી તે નમ્રતાદિક સદ્ગણશ્રેણિ દિનપ્રતિદિન વધતી જ જાય છે. ભક્તિની ધૂનમાં મચેલા ભડ્રિંક જીવ પેાતાનું ભાન ભૂલી જઈ ભગવંત સાથે એકમેક થઈ જાય છે; તેથીજ અનેક ભક્ત જના ભક્તિના સુલભ માગે વળેલા જણાય છે.
૯૪. સ’જમ સાધ્યાં સવિ દુઃખ જાવે, દુ:ખ સહું ગયાં માપદ પાવે–સયમ એટલે આત્માને નિગ્રહ કરવા. તે આવી રીતે કે-અનાદિ અવિદ્યાના ચગે જીવ
·
જે ઉન્માર્ગે ચડી ગયેા છે—ઠુિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહમાં લુબ્ધ બન્યા છે, પાંચે ઇન્દ્રિયે ને પરવશ પડ્યો છે, ક્રોધાદિક કષાયને સુખબુદ્ધિથી સેવે છે અને મન, વચન તથા કાયાના યથેચ્છ વ્યાપારમાં જ સુખબુધ્ધિ માની બેઠો છે તે તેની અનાદિની ભૂલ સુધારી તેને સન્માર્ગમાં જોડવા, એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા(નિઃસ્પૃહતા) રૂપ મહાતાનુ યથાવિધ સેવન કરવુ, વિષય–ઇંદ્રિયાને કાબૂમાં રાખવી એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ પંચ વિષયમાં થતી વિકારબુધ્ધિને ટાળવી, ક્ષમા, મૃદુતા, સરલતા અને સતાષ વૃત્તિથી ક્ષાયને જય કરવા અને જ્ઞાન, ધ્યાન, તપ, જપ વડે મન, વચન તથા કાયાના દુષ્ટ વ્યાપારના રાધ કરવા, એવી રીતે ૧૭ પ્રકારે સયમને યથાર્થ પાળનારનાં ભવભ્રમણ સંબ ંધી સકલ દુ:ખ દૂર જાય છે; એટલે તેને ભવભ્રમણુ કરવું પડતું જ નથી, અને સકળ કમળના સપૂર્ણ ક્ષય કરીને તે અજરામર સુખને પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com