________________
પ્રશ્નોત્તરત્નમાળા
૮૧. ડરત પાપથી પંડિત સાઈ–જે પાપ આચરણથી ડરતે રહે અને શુભાચરણમાં આગળ પગલાં ભરે તે પંડિત. પ્રશ્નોત્તરમાલિકામાં આ પ્રશ્નને આ ખુલાસો છે કે શ: હિતે? વિવી એટલે પંડિત કોણ? જેના હૃદયમાં વિવેક પ્રકટ્યો છે અને તે વિવેકના બળથી જેને જીવ, અજીવ, (જડ, ચૈતન્ય) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિરારૂપ નવ તત્વને યથાર્થ નિશ્ચય થયો છે, યથાર્થ તત્ત્વનિર્ણય થવાથી જેના હૃદયમાં નિશ્ચલ તત્વશ્રધ્ધા થઈ છે અને તેથી જ આગામી કાળમાં આત્માને અનર્થકારી થાય તેવી પાપવૃત્તિથી જે અત્યંત ડરતે રહે છે, તેમજ આત્માને ભવિષ્યમાં એકાંત હિતકારી માર્ગમાં આનંદથી પ્રવૃત્તિ કરે છે, યાવત્ અન્ય ગ્ય જનેને એવો જ સદુપદેશ આપે છે તે જ ખરે પંડિત છે.
૮૨.હિંસા કરત મૂઠ સે હોઈ–જગત્ માત્રને એકાંત સુખ દેનારી આસ ઉપદિષ્ટ દયાની વિધિની હિંસક વૃત્તિને પોષે છે એટલે પરમકૃપાળુ પરમાત્માએ જગજંતુઓના એકાંત હિતને માટે ઉપદિશેલી ડહાપણ ભરેલી દયાનો માર્ગ મરડીને જે આપમતિથી વિપરીત વૃત્તિ આદરે છે તે ગમે તેવા સાક્ષર ગણાતા હોય તે પણ તત્ત્વદષ્ટિ જ તે તેમને મહા મૂખની કટિમાં જ મૂકે છે કેમકે તે શુષ્કજ્ઞાની હવશાત , એટલે પણ ઊંડે આલેચ કરી શકતું નથી કે “સહુ કોઈ . જીવિત વાંછે છે, કેઈમરણ વાંછતા નથી ” “ જેવું આપણને દુઃખ થાય છે તેવુંજ સહુ કોઈને થાય છે.” તો પછી જે આપણને પ્રતિકૂલ જણાય તે દુઃખ દાયી પ્રયોગ બીજા પ્રાણી ઉપર શા માટે અજમાવો જોઇએ ? આટલી બાબત જ જે ક્ષણભર સામ્યભાવ રાખીને વિચારવામાં આવે તે નિર્દય કામથી પાછું એસરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com