________________
:: ૩૭::
પ્રશ્નોત્તરરત્નમાળા
મતલબ કે દરેક આત્મદ્રવ્યમાં જાતિવત રત્નની જ્યેાતિની જેમ સત્તાગત વ્યાપી રહેલા શુ સનાતન જ્ઞાન-દર્શનચાસ્ત્રિાદિક ધર્મ સદા સ્થિર, સારરૂપ અને એકાંત હિતકર છે; તેમજ ઉક્ત આત્મધર્મને વ્યક્ત-પ્રગટ કરવા માટે સર્વજ્ઞ પરમાત્માએ નિમિત કરેલા સાધન પણ પ્રવાહુરૂપે સદા વિદ્યમાન વર્તે છે. નિર્મળ સ્ફટિક રત્નની જેમ આત્માના મૂળ સત્તાગત સ્વભાવ નિષ્કષાય એટલે ક્રોધાદિક કષાયવર્જિત છે, પણુ જેમ ઉપાધિ ( ઉપર મઢેલાં રાતાં કાળાં ફૂલ ) સંબંધથી ટિક પણ રાતુ કાળું માલમ પડે છે, તેમ આત્મા પણુ પુણ્ય પાપના ચેગથી રાગદ્વેષરૂપ પિરણામને પામે છે, એટલે સકષાયી જણાયછે. જેમ સ્ફટિક રત્ન ઉપર મૂકેલ ફૂલરૂપ ઉપાધિસબંધ દૂર કરવાથી સ્ફટિક રત્ન જેવું ને તેવું ઉજજવળ પ્રતીત થાય છે,તેમ આત્માની સાથે લાગેલાં પુણ્ય પાપથી થયેલ રાગદ્વેષ રૂપ પરિણામને દૂર કરવાથી આત્મા નિર્મળ-નિરાવરણ નિષ્કષાય—નિવિકલ્પ બની રહે છે, ત્યારે તરગ વિનાના રત્નાગરમાં રત્નની રાશિની જેમ અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક સદ્દગુણાને સમૂહ આત્માના સપૂર્ણ પ્રદેશમાં ઝળકી રહેલા વ્યક્ત-પ્રગટ થાય છે. આત્મપ્રદેશમાં સદા સત્તાગત વ્યાપી રહેલા સદ્ગુણસમુદાયને જે રાગદ્વેષાદિક ધર્મ આવરણ પ્રગટ થવા દેતા નથી તે રાગદ્વેષાદ્દિકને સમૂળગા દૂર કરવા સદા સાવધાનપણે સર્વજ્ઞદેશિત સત્તાધનેને સેવવા સઘમ કરવા એ જ આત્માર્થી સજ્જનાનુ મુખ્ય કર્તવ્ય છે, અને એ જ જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલી શુદ્ધ સનાતન શૈલી છે.
૪૯, ઇંદ્રિસુખ છિલ્લર જળ જાણા-જેમ એક મહાસાગર અથવા અગાધ જળવાળા સરોવર પાસે છિલ્લર જળવાળું આએથિયુ કઈં હિંસાખમાં નથી, તેમ શુષ્ય નિષ્કષાય આમાના અતીન્દ્રિય સ્વાભાવિક સુખ પાસે ઇંદ્રિયજન્ય વિષય સુખ ફ્ક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com