________________
:: પ૧ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
રત્ન જેવા ઉજજવળ આત્મસ્વરૂપમાંજ અહંતા ધારવામાં આવે તે અલ્પ સમયમાં સમસ્ત દુઃખનો અંત આવી જાય. અજ્ઞાની જી પરવસ્તુમાં દેહ, સ્ત્રી, લક્ષ્મી પ્રમુખમાં જ અહંતા અને મમતા કરે છે ત્યારે જ્ઞાની વિવેકી જને “ શુદ્ધ આત્મદ્રવ્ય એ હું, શુધ્ધ જ્ઞાન ગુણ એ જ મારું એવીજ સાચી અહંતા અને મમતા ધારે છે તેથી હંસની માફક દુઃખ માત્રને તજી સુખ માત્રને આસ્વાદ લઈ શકે છે, અને એજ પરમ કર્તવ્ય છે.
૭૦. અચળ એક જગમેં પ્રભુ નામ–આ ફાની દુનિયામાં શ્રી કષભાદિક પ્રભુનું જ નામ અચળ છે, કેમકે તે પૂર્ણ પદવી પામેલા પરમાત્મા છે. પૂર્ણતાને નહીં પામેલા બીજા દેવ, દાનવ અને માનવાદિકનાં નામ અચળ નથી; કેમકે તેઓ જે જે સ્થળે ઉપજે છે ત્યાં ત્યાં તેમનાં નામ જુદાં જુદાં હેવા ઘટે છે. તે પણ એક વખત સારું તે બીજી વખત માઠું, સ્વસ્થ શુભાશુભ કમનસારે હોય છે અને તેથી જ તેમનાં નામ અચળ કહી શકાતા નથી ત્યારે જેમણે પૂર્વલા ત્રીજા ભવમાં અતિ નિર્મળ અધ્યવસાયગે તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તેથી જેમને અનુક્રમે આ મનુષ્યલકમાંઆર્ય દેશમાં, ઉત્તમ કુળમાં અવતાર થાય છે, ત્યાં તેમનું ઉત્તમ ગુણનિષ્પન્ન સાર્થક નામ રાખવામાં આવે છે, અને તેમને નિચ્ચે તેજ ભવમાં મેક્ષ જવાનું નિમિત છે, તેથી પુનર્ભવ થવાને નથી જ. એવાં એવાં કારણેથી પ્રભુનું જ નામ અચળ કહી શકાય છે. એટલું જ નહીં પણ પ્રભુનું ગુણનિષ્પન્ન મંત્રરૂપ નામ નિર્મળ શ્રદ્ધાથી સ્મરણ કરનાર પણ અનુક્રમે કર્મકલંકને દૂર કરી. અપુનર્ભવી થઈ, સિધ્ધ બુધ્ધ અને મુક્ત થાય છે. તેથી પ્રભુના પવિત્ર નામને એકનિછાથી સ્મરણ કરનારનાં નામ પણ એવી જ રીતે અચળ થઈ શકે છે, કેમકે ફરી તેમને જન્મ લેવાની જરૂર રહેતી નથી.
૭૧. ધર્મ એક ત્રિભુવનમેં સાર--જે સત્ સાધનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com