________________
:: ૪૯ ::
પ્રશ્નોત્તરરત્નમાળા સેવાથી લભ્ય ન થાય. અરે ઐહિક સુખ તે શું પણ મોક્ષસુખ પણ સંતજનોની સેવાદિકથી સુલભ થાય છે, માટે સંપૂર્ણ સુખના ઈચછક જનેએ અવશ્ય સંતસેવા આદરવી ઉચિત છે.
૬૭. સાધુ સંગ ગુણવૃદ્ધિ થાય-હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહને તજી, આસવચનાનુસાર અહિંસાદિક ઉત્તમ મહાવ્રતને આદરી, તેને યથાવિધ નિર્વાહ કરી આત્મહિત સાધે તે સર્વે સાધુની પંક્તિમાં લેખાય છે. તેવા સાધુજનેને પરિચય કરવાથી ગુણમાં વધારે થાય છે અને અવગુણમાં ઘટાડો થાય છે. વિનય (મૃદુતા–નમ્રતા) જે સકળ ગુણનું વશીકરણ છે તેને ઉપગ સાધુપરિચયમાં અવશ્ય કરે જરૂર છે. જેમ જેમ ઘઉંના લોટને વધારે કુણવવામાં આવે છે તેમ તેમ તેમાં મીઠાશ વધતી જાય છે, તેવી જ રીતે સદ્દગુણનિધિ સંતસુસાધુને જેમ જેમ અધિક વિનય સેવવામાં આવે છે તેમ તેમ. આત્માને અધિક લાભ થતો જાય છે. વિનયથી વિદ્યા-વિજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ઘટમાં વિવેકદીપક પ્રગટે છે તેથી આત્માને વસ્તુસ્વરૂપનું, જડ ચૈતન્ય હિતાહિતનું તેમજ ગુણદોષનું યથાર્થ ભાન તથા શ્રધ્ધા જાગે છે અને નિર્મળ જ્ઞાન તથા શ્રધ્ધાના યેગે સ્વચારિત્રની શુદ્ધિ કરી શકાય છે, એવી રીતે રત્નત્રયીની સહાયથી આત્મા અક્ષયસુખને સાધી શકે છે. આમાં સાધુસંગતિ પુષ્ટ આલંબનરૂપ છે, માટે જ તે ઉપાદેય છે.
૬૮. નારીકી સંગતે મત જાય–પરનારીને પરિચય કરવાથી પિતાની પ્રતિષ્ઠાને લેપ થાય છે. જેને સ્વસ્ત્રીથી કે સ્વપતિથી સંતોષ વળતું નથી તેને જ પરસ્ત્રી કે પરપુરુષ સાથે પરિચય કરવા ઈચ્છા થાય છે. વળી તેનાથી સંતેષ ન થાય તે બીજે પરિચય કરવા મન દોડે છે. એમ હરાયા ઠેરની જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com