________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૪૮ :: એમ સમજી સુખના અથીજનોએ સંતોષવૃત્તિને આદરી લેભવૃત્તિને ત્યાગ કરે ઘટે છે.
૬૫. નીચ સંગથી ડરીએ ભાઇ-જ્ઞાની પુરુષોએ મેટામાં મોટું દુઃખ નીચ સંગતિનું કહ્યું છે. નીચ સંગતિથી પ્રાણુ નીચવૃત્તિ શીખે છે, અને નીચ વૃત્તિથી નરકાદિક નીચ ગતિને પામે છે. એવી રીતે નીચ સંગતિથી ઘણું માઠું પરિણામ આવે છે માટે જ શાસ્ત્રકાર નીચ સંગતિને ત્યાગ કરવા કહે છે, અને ઉત્તમ સંગતિ આદરવા ઉપદેશે છે. ઉત્તમ સંગતિથી આપણામાં ઉત્તમતા : આવે છે. જેમ સુગંધી ફૂલના સંગથી તેલ ફૂલેલ સુગંધી બને છે, મલયાચળના સુગંધી પવનના સંગથી વૃક્ષ પણ ચંદનના ભાવને ધારે છે, અને મેરુપર્વતના શિખર ઉપર વળગેલું તૃણ પણ સુવર્ણપણાને પામે છે, તેમ ઊંચ સંગતિથી આભા ઉચ સ્થિતિને પામે છે–ઉત્તમ ગુણેને મેળવે છે;
ત્યારે નીચ સંગતિથી પ્રાણી નીચ સ્થિતિને પામે છે. જેમ સ્વાતિજળ સપના મુખમાં પડીને વિષરૂપ થાય છે, તપ્ત લેહ ઉપર પડવાથી વિનાશ પામે છે, તેમ ઉત્તમ આત્મા પણ નીચની સંગતિથી હીનતાને પામે છે. એટલા માટે નીચેની સંગતિ તજી ઉચ્ચ સંગતિ આદરવાનું કહેવામાં આવે છે.
૬૬. મળિયે સદા સંતકં જાય–દુનિયાની ખટપટ વૈરાગ્યરસમાં ઝીલી રહેલા સંત-સુસાધુ જનની જ સોબતથી આત્માને પારમાર્થિક લાભ સંપજે છે. તેમની આંતરવૃત્તિ અત્યંત નિર્મળ-નિષ્પાપ થાય છે, તેઓ અત્યંત ગુણાનુરાગી થાય છે, તેથી તેમનું દર્શન પણ પાપહર થાય છે, તે પછી તેમની સેવાભક્તિ અને બહુમાનાદિકનું તે કહેવું જ શું! સંતસેવાદિકથી તે કેટિ ભવનાં પાપ ટળે છે અને અપૂર્વ આત્મલાભ
મળે છે. દુનિયામાં એવી કોઈ ઉત્તમ વસ્તુ નથી કે જે સંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com