________________
પ્રશ્નોત્તરરત્નમાળા
::
રૂપ છે. તે મહાભયંકર અગ્નિસમાન છે તે અગ્નિની પેરે પ્રથમ તે। જેના મનમાં પ્રગટ થયા હોય તેને જ સતાપે છે અને પછી જેના તરફ વરાળ કાઢવામાં આવે છે તેનામાં ઉપશમ રસનું બળ ન હોય તે તેને પણ પ્રજાળે છે, અને એમ અનુક્રમે અનેક જનાને ઉપતાપ કરે છે. બીજો અગ્નિ જળના ચેાગે શમી જાય છે ત્યારે ક્રોધાગ્નિને શમાવવાને પૂરતા શમ, પ્રથમ, ઉપશમ, ક્ષમા, શાંતિ, પ્રશાંતિ, ઉપશાંતિ જેવા ઉપચારની જ જરૂર રહે છે. અગ્નિથી દગ્ધ થયેલી ભૂમિમાં વાવેલાં ખીજનાં અધૂરા તેા ઉગી નીકળે છે ત્યારે ક્રોધાગ્નિથી દગ્ધ થયેલી હૃદયભૂમિમાં પ્રેમાંકૂર પ્રગટતા જ નથી. આમ અનેક રીતે વિચારતાં ક્રોધ અત્યંત અહિતકર છે, તેથી તે સર્વથા વર્જ્ય છે.
૬૨. દુમ માન મત્ત’ગજ જોય—અત્ર માનને મદોન્મત્ત હાથીની ઉપમા આપવામાં આવી છે. તેવા હાથીને મહાકષ્ટ મી શકાય છે. આવા મદોન્મત્ત હાથીને રણસંગ્રામમાં આગળ કરી રાખવાના રિવાજ સાંભળવામાં આવે છે. તે પોતાના મઢમાં ઉન્મત્ત થયા છતા નગરના મજબૂત દ્વારને પણ ભાંગી નાંખે છે. ‘અર્હતા અને મમતા' રૂપી માઠુમદિરાથી મત્ત થયેલ અહં'કાર પણ તેવા જ છે. તેના પણ ક્રોધની પેઠે જડતા, મદ, અભિમાન વિગેરે અનેક અનિષ્ટ પાયા છે. માન્મત્ત હાથીની પેઠે તે પણ દુઃખે દમી શકાય છે, એટલે મિથ્યા અભિમાનીને વશ કરવા મુશ્કેલ છે. મિથ્યાભિમાનવડે જીવા નહિ કરવા ચેાગ્ય કઈક અગમ્ય કાર્યો કરવાને સહુસા મેદાને પડે છે. તેમાં તે ક ચિત જ ફાવે છે. ખાકી તે અતિ ઉન્મત્તપણે આદરેલાં સાહસવાળાં કાનાં કડવાં ફળ તેમને જીવતપર્યંત ભાગવવાં પડે છે. રાવણુ અને દાધન જેવાનાં દૃષ્ટાંત આ ખાખતમાં પ્રસિધ્ય છે. તેવા દુષ્ટ અભિમાનથી જે વેગળા રહે તેમને ધન્યવાદ ઘટે છે. અભિમાનથી વિનય ગુણના લેપ થાય છે માટે અભિમાન ત્યાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com