________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: પ૨ ::
વડે આત્મા અવિચળ સુખ પામે એટલે જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ તેમજ સંયોગ-વિયોગજન્ય અનંત દુઃખદધિ તરી અનંત અક્ષય અવ્યાબાધ અપુનર્ભવ એવું અચળ મેક્ષસુખ પામે તે સાધન, દાન, શીલ, તપ, ભાવના, દેશવિરતિ યા. સર્વવિરતિરૂપ ધર્મ જ જગત્રયમાં સારભૂત છે. જે જીવને જન્મમરણના દુઃખથી ત્રાસ છૂટતે હોય અને નિષ્ણાધિક સુખની જ ચાહના હેય, તે જગવત્સલ શ્રીજિનરાજ ભગવાને ભવ્યજનેના એકાંત હિતને અર્થે ભાખેલે પૂર્વોક્ત સાધનરૂપ ધર્મનું
સ્વરૂપ યથાર્થ ગુરુગમ્ય જાણી નિર્ધારી તેને યથાશક્તિ આદર કરવા પ્રમાદરહિત પ્રવૃત્તિ કરવી જ જોઈએ.
૭૨. તન ધન વન સકળ અસાર--શરીર, લક્ષમી અને યૌવન એ બધાં અસાર એટલે ક્ષણિક અને ભયયુક્ત છે; શરીર અશુચિથી ભરેલું, ક્ષણમાં વિણસી જાય એવું અને રેવાકુળ એટલે રેગથી ભરેલું છે. લક્ષ્મીનું બીજું નામ ચપલા છે. તે જાતે જ ચપલસ્વભાવી છે, તે સ્થિર રહેશે જ એ ભરોસો રાખવા જેવું નથી. તેમજ તેના સંગે મહાદિક કઈક ઉન્માદ ઉપજવા સંભવ રહે છે. વળી ચેર પ્રમુખને પણ ભય કાયમ રહે છે. વનની પાછળ જરા અવસ્થા જેર કરતી ચાલી આવે છે, તેમજ વનવયમાં વિષયલાલસાદિક કઈક વિકારો ઉપજે છે, તેથી જ તેમાં વિશેષ કાળજી રાખી રહેવા જ્ઞાની ફર-- માવે છે. વનવય જે નિષ્કલંક રીતે પસાર કરે છે અને તેને સ્વપરહિત અર્થે જ ઉપયોગ કરે છે તે મહાભાગ્યવાન ગણાય છે. તેવી જ રીતે લક્ષમી અને શરીર આશ્રી પણ સમજવાનું છે.
જ્યાંસુધી પૂવકૃત પુણ્યને પ્રબળ ઉદય હોય છે ત્યાં સુધી જ લક્ષ્મી સ્થિર રહે છે. તેટલા અરસામાં જે તેને સદુપયોગ થઈ શકે તે જ સ્વપરહિતરૂપ થાય છે, નહિતે તેની કેવી ગતિ ચશે તે કંઈ કળી શકાતું નથી, પરંતુ એટલું તે ચક્કસ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com