________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૩૬ ::
અપ્રમાણિકતાને આદરતા જ નથી અને તેમાં જ તેમની ઉત્તમતા સમાયેલી છે ત્યારે શુદ્ધ જને પિતાના કલ્પિત તુચ્છ સ્વાર્થ ખાતર પરના પ્રાણ લેતા પણ ડરતા નથી. એવા અનાર્ય આચરણ કરનાર શુદ્ર જને પિતાને આ ભવ અને પરભવ બગાડે છે અને દુનિયાને શ્રાપરૂપ થઈ અનેક અજ્ઞાની જનેને ઉન્માર્ગે ચઢાવી દુઃખભાગી કરે છે.
૪૯. અથર રૂપ જાણે સંસાર– સંસાર, સંસારની માયા, સંસારનું સુખ માત્ર અથિર–અશાશ્વત છે, ક્ષણમાં એક ગતિમાં તે ક્ષણમાં બીજી ગતિમાં કર્મવશ જીવ ભટક્યાજ કરે છે. નાઘેલા સાંઢની જેમ જીવને કર્મ જ્યાં ખેંચી જાય ત્યાં જવું જ પડે, તેમાં તેનું કંઈ ચાલે નહિ. એટલે કે કર્મવશ જેને સંસારમાં અનિયત વાસ છે, તેમાં પણ જેવી મતિ તેવી ગતિ એ શાસ્ત્રવચનને અનુસારે સારી મતિથી શુભ કરણી કરનારની શુભ ગતિ–દેવ મનુષ્ય રૂપ થાય છે અને કૂડી મતિથી અશુભ કરણ કરનારની માઠી ગતિનરક તિર્યંચરૂપ થાય છે. પણ જ્યાં સુધી તેના મૂળ રૂપ રાગ દ્વેષ મહાદિક સમૂળગી ક્ષય પામ્યા નથી ત્યાંસુધી સંસારપરિભ્રમણ કરવું જ પડે છે, અને ત્યાંસુધી વિકારને વશ થઈ સંસારની માયામાં મુંઝાય અને પરિણામે અતિ દુઃખદાયી એવા કલ્પિત ક્ષણિક સુખમાં સુખબુધ્ધિ રાખી મધુબિંદુના દષ્ટાંતે તેમાં મુંઝાઈ મરે! આવી રીતે મેહવશ વિષયવાસનાના જેરથી એક ભવમાંથી બીજા ભવમાં અને બીજામાંથી ત્રીજા ભવમાં એમ ભવપરંપરા કરી પિતાની જ ગંભીર ભૂલથી ભવચકમાં ભમ્યા જ કરે છે.
૪૮. થિર એક જિન ધર્મ હિતકાર–આ અસ્થિર સંસારમાં જે કંઈ પણ સ્થિર, સાર અને હિતકર વસ્તુ પ્રાપ્ત -થઈ શકતી હોય તે તે જિનેશ્વર ભગવાને ભાખેલ ધર્મ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com