________________
:: ૩૯ :
પ્રશ્નોત્તરરત્નમાળા ખરેખર સુંદર મનહર તપ છે, અને ઉક્ત અનિષ્ટ વિકારને વારવા માટે જ સમર્થ જ્ઞાની પુરુષોએ નાના પ્રકારના બાહ્ય અને અત્યંતર તપ કરવા ઉપદેશ આપે છે. એ ઉભય પ્રકારના તપનું સ્વરૂપ વિસ્તારપૂર્વક અનેક સ્થળે બતાવેલું છે ત્યાંથી સમજી બની શકે તેટલે તેને આદર કરવા ખપ કરવો જરૂરને છે. તપથી વિકાર માત્ર બળી જાય છે, અનેક પ્રકારની લબ્ધિઓ અને સિધ્ધિઓ સંપજે છે તેમજ પરિપૂર્ણ કર્મમળને ક્ષય કરીને આત્માને ઉજજવળ કરી અક્ષય અનંત એવા શાશ્વત મેક્ષસુખને ભોકતા બનાવે છે, માટે જ તેમાં પૂર્ણ પ્રયત્ન કરવો જરૂરને છે.
પર. જ૫ ઉત્તમ જગમાં નવકાર –જેથી ઉત્તમ કેટિવાળા આત્માનું સંસ્મરણ થાય તે જપ કહેવાય. તે જપ જગમાં નવકાર મહામંત્ર જે કઈ બીજે ઉત્તમ નથી, કેમકે નવકાર મહામંત્રમાં અરિહંતાદિક પંચ પરમેષ્ઠીને સમાવેશ થાય છે, તેમાં જે અરિહંત અને સિદ્ધ ભગવાન અનંતગુણના આગર છે. આચાર્ય મહારાજ નિર્મળ અખંડ બ્રહ્મચર્યાદિક ૩૬ ગુણવડે, ઉપાધ્યાય મહારાજ ઉત્તમ પ્રકારના વિનેય સહિત સશાસ્ત્રના પઠન પાઠનાદિરૂપ ૨૫ ગુણવડે અને મનુષ્યલોકવતી નિગ્રંથ મુનિસમુદાય અહિંસાદિક ઉત્તમ ર૭ ગુણેવડે જગતૂતયને પાવન કરે છે, તેમજ જે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક ધર્મવડે અરિહંતાદિક વિભૂષિત છે તેવા શુધ્ધ આત્મધમને પણ નવકાર મહામંત્રમાં સહેજે સમાવેશ થાય છે. આત્મસાક્ષાત્કાર કરવા પ્રબળ ઈચ્છાવાળા ભવ્યજનોએ ઉક્ત મહામંત્ર વારંવાર જપવા એગ્ય છે; એથી આત્માની શીધ્ર ઉન્નતિ સાધી શકાય છે.
૫૩. સંજમ આતમ થિરતા ભાવ, ભવસાયર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com