________________
:: ૪૧ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
અપ્રમત્તપણે સિંહની જેમ શુરવીર થઈ સંયમ આચરવડે જે મોક્ષમાર્ગ સાધે છે તે જ ખરા સાધુની ગણનામાં આવે છે. બાકી સાધુવેષ ધારણ કરી પવિત્ર સંયમાચરણ સેવવાને બદલે જે અસંયમવડે વેષવિડંબના કરે છે તે સાધુનામને કલંકિત કરે છે. ઉત્તમ પુરુષે જે જે પ્રતિજ્ઞા કરે છે તેને પ્રથમથી જ પૂરતું વિચાર કરી જેને સુખે નિર્વાહ થઈ શકે એમ હોય તેવી જ પ્રતિજ્ઞા પોતે જ અંગીકૃત કરે છે, અને તે પ્રાણાંત સુધી પાળે છે, તેમાં કદાપિ પણ પાછીપાની કરતા નથી, તેવી રીતે સકળ મુમુક્ષુ જનેએ સંયમ પાળવારૂપ જે પ્રતિજ્ઞા પતે સંઘ સમક્ષ અંગીકૃત કરી છે તેને વિવકથી જીવનપર્યત નિર્વાહ કર, તેમાં લગારે પ્રમાદ ન કર એ તે મહાશયેનું મુખ્ય ક્તવ્ય છે, અને એમાં જ સ્વપરનું હિત સમાયેલું છે.
પદ. અતિ દુર્જય મનકી ગતિ જોય–જેમ બધી ઈદ્રિયમાં જિહુવા ઈદ્રિય જીતવી મુશ્કેલ છે, સર્વ વતેમાં જેમ બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે, તેમ ચેગમાં મનગ જીત કઠણ છે. મન જીતવું કઠણ છે, એ વાત ખરી પણ તેને જીતવાના શુભ ઉપાધે શાસ્ત્રમાં બતાવેલા છે, તેને ગુરુગમ્ય બોધ મેળવીને મનને સ્થિર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. પારાની જેવા ચપળ મનને મારવા માટે બહુ પુરુષાર્થની જરૂર છે, અને તેનું ફળ પણ કંઈ ઓછા મહત્વનું નથી. કહ્યું છે કે “ મન પારદ મૂછિત ભયે, અંતરંગ ગુણવંદ, જાગે ભાવ નિરાગતા લગત અમૃતકે બિંદ.” એટલે મનરૂપી પારે નિરાગતારૂપી અમૃતને સ્પર્શ થતાં મૂછિત થઈ જ્યારે મરી જાય છે ત્યારે આત્માના અંતરંગ ગુણને સમુદાય સજીવન થાય છે. મતલબ કે મનને પૂરે જય કરવાથી જ સકળ સદ્દગુણે પ્રગટ પ્રાપ્ત થઈ શકે છે. તેથીજ અતિ ચપળ મનને વશ કરવાની આવશ્યકતા સિદ્ધ થાય છે. વળી કહ્યું છે કે મનને મારવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com