________________
પ્રશ્નોત્તરરત્નમાળા
કઃ ૩૮ :: ખાચિયા જેવું અલ્પ અને તુચ્છ છે એમ જાણવું. આત્માનું શુદ્ધ સ્વાભાવિક સુખ નિરુપાધિ-ઉપાધિવર્જિત છે ત્યારે ઈદ્રિયજન્ય સુખ સંપાધિક એટલે ઉપાધિયુકત છે. આત્માનું સહજ સુખ નિર્વિકલ્પરૂપ છે, અને ઇન્દ્રિયસુખ સવિકલ્પરૂપ છે. આત્માનું સુખ સ્થિર-ચિરસ્થાયી છે અને ઇન્દ્રિયસુખ અસ્થિરક્ષણિક છે. આત્માનું સુખ સંપૂર્ણ છે, અને ઈદ્રિયસુખ અપૂર્ણ છે. આત્માનું સુખ અકૃત્રિમ છે અને ઇંદ્રિયસુખ કૃત્રિમ–કલ્પિત છે. આત્માનું સુખ એકરૂપ છે અને ઇંદ્રિયસુખ નાના રૂપ છે, તેમજ આત્મસુખ શાશ્વત છે, અને ઇન્દ્રિયસુખ છેહવાળું છે. ઉકત ઉભય જાતના સુખમાં આ પ્રગટ પટાંતર સમજીને આત્માથી સજજનેએ આત્માનું સહજ શુધ્ધ અખંડ અક્ષય નિર્વિકલ્પ નિરુપાધિક અકૃત્રિમ એકાંત અજરામર એવું શાશ્વત સુખ સંપ્રાપ્ત કરવા માટે જ અહેનિશ ઉદ્યમ કરવો ઘટે છે. ઈદ્રિયસુખને મેહ તજી મનને સ્થિર કરવાથી તે મેળવવું સુલભ છે.
૫૦. શ્રમણ અતિકિ અગાધ વખાણ-શ્રમણ. એટલે તપસ્વી મુનિરાજ તેમના વડે અનુભવાતું જે સહજ અતીન્દ્રિય આત્મિક સુખ તે જ ખરેખર અગાધ અપાર-નિઃસીમ છે અને ઈદ્રિયજન્ય વિષયસુખના આશી એવા અવિરતિ જનનું ક્ષણિક અને કલ્પિત સુખ તે છિલ્લર જળસમાન અલ્પ અને તુચ્છ છે એમ ઉભયને પરસ્પર સરખાવતાં સમજાશે. એમ સમજી ઉભયમાં જે અધિક હિતકર પ્રતીત થાય તેવા સુખને માટે જ ઉદ્યમ કર ઉચિત છે.
૫૧. ઇચ્છાધન તપ મહાર–ભિન્ન ભિન્ન વિષચોમાં અટન કરતી ઈદ્રિયોને અને મનને દમી તે તે વિષયમાં થતા. રાગદ્વેષાદિક વિકારોને નિવારવા માટે આત્મનિગ્રહ કરે એ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com