________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૩૪ ::
૪૪. ક્ષત્રી કર્મ–રિપુ વશ આણે–રાગદ્વેષ અને મહદિક કર્મશત્રુઓને નિગ્રહ કરી તેમને સ્વવશ કરે તે જ ખરે ક્ષત્રી સમજ. ક્ષત્રીકુળમાં પેદા થવા માત્રથી કંઈ કાર્યસિદ્ધિ નથી. ખરું ક્ષત્રિયપાણું કર્મશત્રુઓને વશ કરવામાં જ સમાયેલું છે, એમ ઉપરના વચનથી સ્પષ્ટ થાય છે, બાકી જે ક્ષત્રી નામધારી રાગ, દ્વેષ અને મેહાદિક કર્મશત્રુઓને વશ કરવાને બદલે ઊલટા તેમને વશ પડી દીન, અનાથ અને નિરપરાધી એવા જાનવને શેખની ખાતર અથવા જીભની લેલુપતાથી શિકારમાં હણે છે કે હણાવે છે તે પોતાના ક્ષત્રિીનામને કેવળ કલંકિત કરે છે. ખરા ક્ષત્રીપુરુષરત્નમાં તે ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરળતા સત્ય, સંતોષ અને સંયમાદિક ઉત્તમ પ્રકારના સદગુણે હેવા જોઈએ. શુધ્ધ શીલ–અલંકારને ધારણ કરી, પરદારાસદરપણું ઉત્તમ નીતિ અને ન્યાયની ધુરાધારીને અનીતિ કે અન્યાયને દેશનિકાલ દેવાપણું અને વિવેકરત્ન જાગ્રત કરીને માંસ મદિરાદિક દુષ્ટ વ્યસનને મૂળથી ઉખેડી નાંખવાનું વિગેરે વિગેરે સદ્દગુણે પણ અવશ્ય આદરવા જોઈએ. જે જે જને ગમે તે જાતિમાં ઉક્ત સદ્દગુણેનું સેવન કરે તે તે સજજને તે તે જાતિમાં ઉત્તમ પ્રકારના દષ્ટાંતરૂપ થઈને અનેક દીન–અનાથ જનેને ઉધ્ધાર કરવા શક્તિવાન થાય, તેમ જ શીવ સ્વદેશને ઉધ્ધાર કરવામાં પણ પ્રબળ સહાયભૂત થઈ શકે !
૪૫. વેશ હાણિ વૃદ્ધિ જે લખે-જે લાભ તેટને વિચાર કરીને જેમાં અચૂક લાભ સમાયેલું હોય તે કાર્ય જ કરે અને જેથી અચૂક તટે સંભવ હોય તે કાર્ય નજ કરે એજ ખરે વૈશ્ય સમજ. ગમે તે અદ્રશ્ય કારણથી જેમ બ્રાહ્મણ અને ક્ષત્રિયમાં સ્થિતિને વિપર્યય થયેલે જણાય છે એટલે જેવી તેમની પરમાર્થી સ્થિતિ હેવી ઘટે તેથી બહુધા વિપરીત જ દેખાય છે, તેમ વૈમાં પણ દેખાય છે. જડ ઘાલીને બેઠેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com