________________
:: ૩૩ ::
પ્રશ્નોત્તરરત્નમાળ ૪૨. દિવ્યદષ્ટિધારી જિન દેવ, કરતા તાસ ઈંદ્રાદિક સેવ—જેમણે રાગ દ્વેષ અને મહાદિક દોષને દૂર કર્યા છે અને પરમ શાંતદશાને જેમને સાક્ષાત્ અનુભવ થયે છે એટલે જેમને પરમ દિવ્ય દષ્ટિ પ્રગટ થઈ છે અને તેથી જ ઈદ્રાદિક દે જેમની સેવા કરવા ઉજમાળ રહે છે એવા જિન અરિહંત તીર્થકર ભગવાન જ ખરા દેવ છે, એટલે તે જ દેવાધિદેવ છે એવો નિશ્ચય થાય છે, એમ સ્વબુદ્ધિથી તસ્વનિશ્ચય કરી કલ્યાણાથી જનેએ ઉક્ત જિનેશ્વર ભગવાનને જ આત્માની સંપૂર્ણ વિભૂતિને સાક્ષાત્કાર કરવાને માટે દઢપણે (નિશ્ચલપણે ) અવલંબવા
ગ્ય છે. જેમને સંપૂર્ણ સ્વરૂપ સાક્ષાત્કાર થયેલ છે એવા જિનેશ્વર ભગવાનને અનન્ય ભાવે અવલંબનાર પણ આત્મસાક્ષાત્કાર અનુભવી શકે એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી જ.
૪૩. બ્રાહ્મણ તે જે બ્રહ્મ પીછાણે-બ્રહ્મ જે પરમાત્મા તેનું સ્વરૂપ સારી રીતે સમજે તે બ્રાહ્મણ અથવા બ્રહ્મ જે જ્ઞાન-તિ, તેમાં જ સ્નાન કરે, જ્ઞાનમાં નિમગ્ન રહે, અજ્ઞાનાચરણ ન કરે તે બ્રાહ્મણ અથવા બ્રહ્મ તે બ્રહ્મચર્યશીલ, સંતેષાદિક સદ્દગુણે, તેમનું સદા સેવન કરે તે બ્રાહ્મણ. ઉપર કહેલા શબ્દ પરમાર્થ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમ્યગૂ જ્ઞાન અને સભ્ય આચરણ એ ઉભયને સાથે સેવવાથી જ બ્રાહ્મણ થવાય છે. જેમાં સમ્યગ જ્ઞાન પણ નથી અને સભ્ય આચરણ પણ નથી તે ખરે બ્રાહ્મણ નથી. આવા ઉત્તમ આશયથી અન્યત્ર કહ્યું છે કે “સર્વ જાતિમાં બ્રાહ્મણે પણ છે, તેમ સર્વ જાતિમાં ચંડાળ પણ છે. એટલે કે બ્રાહ્મણ જાતિમાં પણ ચંડાળે છે, અને ચંડાળોમાં પણ બ્રાહ્મણ છે, એ મહાવચન ઉપરની વાતને પૂરતો ટેકે આપે છે. મતલબ કે નિર્મળ બોધ અને નિર્મળનિદંભ આચરણવડે જ ખરા બ્રાહમણ હોઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com