________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૩ર ::
ગુણદોષ યથાર્થ સમજી શકાય એવો વિવેક ઘટમાં પ્રગટ થાય તે જ મનુષ્યજન્મની સફળતા છે. પશુમાં પ્રાયઃ એવું વિજ્ઞાન હેઈ શકતું નથી, ત્યારે મનુષ્ય ધારે તે બુધ્ધિબળથી તત્ત્વતત્વને વિચાર કરી, નિશ્ચય કરી અતત્વને તજી તત્ત્વને ગ્રહણ કરી શકે છે. જે બુધ્ધિબળ પામ્યા છતાં તેને ઉપર કહ્યા મુજબ ઉપગ નહિ કરતાં નાના પ્રકારની વિષયવાસનાને પોષવા માટે જ તેને અવળે ઉપયોગ કરવામાં આવે,તેમજ દુર્લભ માનવદેહ, લક્ષ્મી અને વાણુને પણ તેવો જ માટે ઉપયોગ કરવામાં આવે તે તે પામેલી શુભ સામગ્રીને હારી જાય છે, અને તેવી શુભ સામગ્રી અન્ય જન્મમાં પણ એવો ઉદ્યમ નહિ કરવાથી ફરી મેળવવી મુશ્કેલ જ છે. માટે ઉત્તમ સ્ત્રી પુરૂષેએ મેહ, અજ્ઞાન, અવિવેકને તજી જેમ બને તેમ શીધ્ર સત્સંગ મેળવી નિર્મળ જ્ઞાન અને વિવેક પ્રાપ્ત કરવા અચુક પ્રયત્ન સેવન, કરવાથી આ માનવ ભવ સફળ થઈ શકે !
૪૧. માનવ જસ ઘટ આતમજ્ઞાન–જેના હૃદયમાં વિવેક જાગૃત છે તે જ ખરા માનવ છે. કેમકે તેમને જ જન્મ સફળ છે. આત્મજ્ઞાનવડે સ્વપરને, જડ ચૈતન્યને ત્યાજ્યત્યા
જ્યને, કૃત્યાકૃત્ન, હિતાહિતને, ભક્ષ્યાભઢ્યને, પિયાપેયને તેમજ ગુણદેષને નિશ્ચય થઈ શકે છે. એવી રીતે તત્ત્વ નિશ્ચય થવાથી નશંકપણે સ્વ૫ર હિત સાધી શકાય છે, અને તેમાંથી ચલાયમાન નહિ થતાં સુખે સાણ સિદ્ધિ મેળવી શકાય છે. આથી સમજી શકાશે કે આત્મહિત સાધવા માટે આત્મજ્ઞાન કેટલું બધું ઉપયોગી છે. આત્મામાં જે અનંતી શક્તિ સત્તાગત રહેલી છે તેની પૂરેપૂરી શ્રધ્ધા કરાવનાર આત્મજ્ઞાન જ છે, અને એવી દઢ આત્મશ્રદ્ધા થતાંજ સત્તાગત રહેલી આત્માની અનંતી શકિતને વ્યકત (પ્રગટ ) કરવાને નિઃશંકપણે સાધનકમ સેવી શકાય છે, એટલે અનુક્રમે આત્મરમણુતા ચગે અવિચળ એવું મેલસુખ મેળવી શકાય છે.. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com