________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૩૦ ::
વૃદ્ધિ થતી જાય તેમ તેમ મમ્રતાની વૃદ્ધિ થવી જોઈએ—જેમ જેમ નમ્રતા અધિક તેમ તેમ ગુણવૃદ્ધિમાં ગતિ શીધ્ર અને જેમ જેમ તેમાં ખામી તેમ તેમ ગુણવૃષ્યિમાં પણ ખામી સમજવી. “લઘુતા ત્યાં પ્રભુતા” અને “પ્રભુતાથી પ્રભુ દૂર” એ નિયમ છે. તેથી જ રાવણ અને દુર્યોધન જેવાના પણ બેહાલ થયા, અને રામચંદ્ર તથા પાંડેને અભ્યદય થયે.. !
- ૩૮. શૂરવીર જે કંદ્રપ વારે-જે કામવિકારને નિવારે અને વિષયવાસનાને નિર્મૂળ કરે તે જ ખરેખર શૂરવીર એટલે બહાદુર છે, અને જે કામવિકારને વશ થઈ સ્વપરહિતથી ચૂકે છે તે ડરપોક યા કાયર છે. લાખ માણસની સામે રહી રણમાં ચુધ્ધ કરનાર કઈક સુભટ હોય છે, પણ એક અબળા-સ્ત્રીના નેત્રકટાક્ષને તે સહી શકતા નથી, સ્ત્રીની પાસે કેવળ કાયર બની જાય છે. વળી કામવિકારને વશ થયેલ અંધના જે અંધ બની જાય છે તેથી તે મર્યાદા મૂકી જ્યાં ત્યાં ભટકે છે અને અનેક સ્થળે માર તથા અપમાન પામે છે. વળી પ્રાંતે મલિન વાસનાથી મરીને નીચ ગતિમાં ઉત્પન્ન થાય છે, માટે દરેક સ્ત્રીપુ. -રુષે કામવિકારને વશ કરી સ્વમર્યાદા સાચવવા સાવધાન રહેવું જોઈએ. કામવિકારને વશ કરનાર સ્ત્રીપુરુષનું જ શીલરત્ન દીપી નીકળે છે. શીળરત્ન એ જ મનુષ્યજાતનું ખરું ભૂષણ છે. સંતોષી સ્ત્રી પુરૂષોજ શીલરત્નને આદરી શકે છે. પૂર્વે એવાં અનેક સ્ત્રીપુરુષ રને હતાં. કે જેમનાં પવિત્ર નામ અદ્યાપિ પર્યત પ્રભાતમાં ગવાય છે. તેવા પવિત્ર સ્ત્રી પુરુષોનું અનુકરણ કરી મન, વચન, કાયાની શુદ્ધિથી શીલરત્ન સાચવવા અને અનુક્રમે વિષયવાસનાને નિર્મૂળ કરવા આત્માથી સજજનેએ યત્ન કર જોઈએ.
૩૯. કાયર કામ આણું શિર ધારે–વિષયવિકારને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com