________________
૨૯ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
૩૬. સમતા રસ સાયર્ સા સત—રાગ, દ્વેષ અને મેાહજન્ય મમતાદિક વિકારોને તજી જે સદા સમતા રસમાં ઝીલ્યા કરે છે તે જ ખરેખર સંતપુરુષ છે. એવા સમતાવ્રત સાધુએ ખરેખર વિશ્વવદ્ય છે દુનિયામાં એવી કોઇ વસ્તુ નથી કે જેની તેમને ઉપમા આપી શકાય. તેથી તેવા સમતાસેવી સંત સાધુજના ઉપમાતીત કહેવાય છે. જ્ઞાનસારમાં કહ્યું છે કે “ જેમના સમતારસ : સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરે છે અને નિરતર વૃધ્ધિ પામતા જાય છે એવા મુનીશ્વરાને જેની સાથે સરખાવી શકાય એવી કઇ ઉપમા આ ચરાચર જગતમાં જણાતી જ નથી. ’” તેમ છતાં ચંદ્ર, સૂર્ય, સાયર, ભારડ પ્રમુખની જે ઉપમા આપવામાં આવે છે તે એકદેશીય સમજવી.
૩૭. તજત માન તે પુરુષ મહત—જે માન માનવીઓમાં સામાન્ય નિયમ મુજખ઼ જોવામાં આવે છે, અને જેના ચેાગે જીવાને મહુધા જોખમમાં ઉતરવુ પડે છે, તેમજ જેથી પરિણામે નરકાદિક દુર્ગતિમાં પણ જવુ પડે છે. તે દુઃખદાયી માન-અભિમાનને તજે તે મ્હોટા મહુત પુરુષ છે. અભિમાન તજવાના ઉપાય નમ્રતા જ છે. જ્યાંસુધી આપણે પૂર્ણતા પામ્યા નથી, ત્યાંસુધી અભિમાન કેમ કરી શકાય ? તેમજ પૂર્ણતાને પામેલાને અભિમાન કરવાની શી જરૂર હોય ? મતલખ કે પૂને કે અપૂર્ણ ને અભિમાન કરવાના અવકાશ જ રહેતા નથી. તેમાં પણ જે તત્ત્વથી પૂર્ણતા પામેલા છે તે તેા કદાપિ પણ અભિમાન કરતા જ નથી, એટલું જ નહિં પણ અભિમાન તજીને નમ્રતા ગુણને સેવવાથી જ પૂર્ણતા પમાય છે, અને જે અપૂર્ણ છતાં અભિમાન—મિથ્યા અભિમાન સેવે છે તે પૂર્ણતા પામી શકતા નથી, એટલું જ નહીં પણ હોય તે પણ હારીને પાયમાલ થઇ જાય છે; માટે સહુથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે જેમ જેમ ગુણની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com