________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૨૮ :: મુજબ પ્રતિજ્ઞા કર્યા છતાં પુનઃ પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ મમતા ધારવી અત્યંત અનુચિત છે. કહ્યું છે કે “મમતા થિર સુખ શાકિની, નિર મમતા અનુકૂળ; મમતા શિવ પ્રતિકૂળ હૈ, નિરમમતા અનુકૂળ.”
૩૫. મન ઈદ્રી જીતે તે જતિ–મનને અને ઇંદ્રિવર્ગને વશ કરી વીતરાગ પરમાત્માએ ફરમાવેલી દશ શિક્ષાને સારી રીતે સમજીને જે આરાધે છે તે જ ખરા યતિ છે, અને એથી ઊલટા ચાલી એટલે મનને અને ઈદ્રિયોને મોકળાં મૂકી જે કેવળ સ્વચ્છેદપણે આજ્ઞા વિરુધ્ધ વતે છે તે તેં કેવળ થતિનામને કલંક લગાડનાર છે, એમ ચેકક્કસ જાણવું. જે ઉત્તમ પ્રકારની દશ શિક્ષા સર્વજ્ઞ ભગવાને આત્માના એકાંત હિતને માટે ફરમાવેલી છે તે આ પ્રમાણે છે –
૧ ક્ષમાગુણ ધારી સહનશીલ થવું, ૨ મૃદુતા-કમળતા આદરી સગુણી પ્રત્યે નમ્રતા ધારવી, ૩ ત્રાજુતા એટલે સરળતા આદરી નિષ્કપટવૃત્તિ સેવવી, ૪ લેભ તજીને સંતોષવૃત્તિ સેવવી, ૫ યથાશક્તિ બાહ્ય અત્યંતર તપવડે આત્મવિશુધ્ધિ કરવી, ૬ સંયમ ગુણવડે આત્મનિગ્રહ કર અને સર્વ જતુ
ને આત્મા સમાન લેખી કેઈના પ્રતિ પ્રતિકૂળ આચરણ ન જ કરવું, કપ્રિય અને પથ્ય એટલે હિતકારી એવું જ સત્ય વચન બોલવું, ૮ અન્યાયાચરણ તજીને પ્રમાણિકપણે એટલે શુદ્ધ અંતઃકરણથી વ્યવહાર સેવ, મમતાદિક પરિગ્રહને અનર્થરૂપ સમજી-નિર્ધારી નિર્મમત્વપણું-નિઃસ્પૃહપણું સેવવું. ૧૦ મન, વચન અને કાયાની પવિત્રતા જાળવી રાખીને ગમે તેવા વિષયભેગથી વિરક્ત રહેવું. ઉકત દશ મહાશિક્ષાને યથાર્થ રીતે અનુસરનારા યતિએ જગતને મહાઆશીર્વાદરૂપ છે, અને તે પરમ પવિત્ર માર્ગને ઉલ્લંધી કેવળ આપમતિથી સ્વછંદપણે ફરનાર યતિએ તે જગતને કેવળ શાપરૂપ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com