________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ર૬ ::
ગતિક્તાથી કે બીજા કેઈ જાતના બદલાની ઈચ્છાથી દાનાદિક ધર્મક્રિયા કરે છે તે મૂખ આત્મહિત સાધી શકતું નથી, માટે મેક્ષાથી જનેએ જે કંઈ ધર્મ અનુષ્ઠાન કરવું તે કેવળ આત્મકલ્યાણ કરવા માટે જ કરવું. કેમકે એવા પવિત્ર આત્મલક્ષ્યથી આત્મા નિર્મળ થાય છે અને વિપરીત લક્ષ્યથી આત્મા મલિન થાય છે, એમ સમજી વિવેકબુધ્ધિવડે વિચારી સ્વહિત આદરવું.
૩૧. ત્યાગી અચળ રાજપદ પા–સદ્દવિવેકવડે તત્તાતત્ત્વને નિશ્ચય કરી જે સત્પુરુષ તજવા એગ્ય તજી દે છે અને આદરવા ગ્ય આદરી લે છે, તે અંતે અવિચળ એવી મેક્ષપદવીને પામે છે. જે કારણે સેવવાથી જીવને નાહક ભવભ્રમણ કરી અનંત દુઃખ સહેવાં પડે છે તે બધાં કારણે તજવા એગ્ય છે, અને જે કારણે સેવીને જીવ સર્વ કર્મબંધનથી મુક્ત થઈ અંતે પરમપદને પામે છે તે સેવ્ય છે. મતલબ કે સર્વ પાપસ્થાનકે સમજીને પરિહરવા એગ્ય છે, અને વીતરાગ સર્વજ્ઞકથિત સર્વ ગુણસ્થાનક અનુકમે સેવવા ગ્ય છે, એમ વિયુક્ત ત્યાગ-વૈરાગ્યને સેવનાર અનુક્રમે અક્ષય સુખને ભેગી થઈ શકે છે. પોતપોતાના અધિકાર મુજબ ધર્મસાધના કરી અનુકમે ઊંચી પાયરી ઉપર ચઢનાર સુખે સ્વઉન્નતિ સાધી અક્ષય અબાધિત સુખને પામી શકે છે.
૩૨. જે લોભી તે રંકે કહાવે-ગમે તેટલી ભેગસામગ્રી પ્રાપ્ત થયાં છતાં જે લેભાં થઈ અધિકાધિકની તૃષ્ણા. કર્યા કરે છે તે જ ખરેખર દીન-દુઃખી છે, અને પ્રાપ્ત સામગ્રી માં સંતુષ્ટ રહી જે પ્રસન્નતાથી પરભવને માટે સત સાધન સેવવા ઉજમાળ રહે છે તે જ ખરેખર સુખી છે. “ન તૃષાચાર
કવિઃ તેવા ઉમં ” એ બે મહાવાકયે ઉપરની વાતને પૂરેપૂરો ટેકો આપે છે, એમ સમજી શાણું જનેએ સંતોષવૃત્તિ ધારવી ઉચિત છે. . . , ' , ' , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com