________________
: : ૨૫ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
છે તે આત્મગુણના વિરોધી દોષને સેવનાર અને આત્મગુણને હણનાર આત્મદ્રોહી મૂર્ણ છે. “બુદ્ધિ પામીને તત્ત્વને વિચાર કરવું જોઈએ એ મહાવાક્યને અવગણું બુદ્ધિને અવળે ઉપયોગ કરનાર દુર્બુદ્ધિ વિવેકહીને મૂર્ખ જ ગણાય, લભ એવા માનવદેહને પામીને વીતરાગપ્રણત વતનયમ પાળવા એ મહાવાક્યની ઉપેક્ષા કરી તુચ્છ અને ક્ષણિક એવાં વિષયસુખમાં જ મગ્ન થઈ જવું તે મેટી મૂર્ખાઈ છે. લક્ષ્મી પામીને પાત્રદાનવડે તેને હા લેવો એ મહાવાકયને મર્મ ભૂલી જઈ પામેલી લક્ષ્મી કેવળ એશઆરામમાં જ ઉડાવી દેવી અથવા કૃપણુતા દોષથી તેના ઉપર પેટી મમતાબુદ્ધિ રાખીને તેને કંઈ પણ સદુપયોગ ન કરે એ પણ મૂખાઈ નહિં તે બીજું શું ? અને જિહુવા પામીને પરને પ્રીતિ ઉપજે એવું પ્રિય અને પથ્ય વચન બોલવું એ મહાવાક્યને લેપી જેમ આવે તેમ જીભની લવરી કરવી એ ઉન્મત્તતા નહીં તે બીજું શું? આ ઉપર જણાવેલાં મહાવાક્યમાં જ બહુધા બધે સાર સમાયેલ છે. જે તેને સાર સમજીને તે મુજબ વર્તન કરે છે તેને સંસારચક્રમાં વધારે વખત રઝળવું પડતું નથી. તનરહસ્ય સમજીને તત્ત્વશ્રદ્ધા નિશ્ચલ રાખી છે. તત્ત્વરમણતા આદરે છે, એટલે કે જડ ચેતનને સારી રીતે સમજી લઈ સ્વચેતન દ્રવ્યમાં રહેલી અનંત અગાધ શક્તિ-સામર્થની દઢ પ્રતીતિ કરી જે પિતાના આત્મામાં જ સત્તાગત રહેલી અનંત અપાર શક્તિને પ્રગટ કરવાની પવિત્ર બુદ્ધિથી જ વીત. રાગ વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે તે ભાગ્યશાળી ભવ્ય જનને બહુ ભવભ્રમણ કરવું પડતું જ નથી. પણ ઉપર જણાવ્યું તેથી
અવળી રીતે આપમતિવડે જશ-કીર્તિની ઈચ્છાથી કે - ગતાનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com