________________
: : ૧૯ : :
પ્રશ્નોત્તરરત્નમાળા
જ્ઞાની અધ્યાત્મી પુરુષે રાગ દ્વેષાદિકને જ નિર્મૂળ કરવા મથે છે.
૨૨. પરપરિણતિ મમતાદિક હોય –પિતાના આત્માને સારી રીતે ઓળખી શકાય અને તેમાં જે અનંતશક્તિ-સામર્થ્ય રહેલું છે તેની જેથી દઢ પ્રતીતિ થાય એવાં સર્વજ્ઞ વચન કે વીતરાગ ભગવાનની પરમ તત્વબેધક પ્રતિમાનું અંતર લક્ષ્યથી આલંબન લેવું અને તેમાં જ એટલે સ્વરૂપમાં જ રમણ કરવું એવી પરિણતિ આત્માને અત્યંત હિતકારી છે. પરંતુ તેવી આત્મપરિણતિ તે પરપુગલિક વસ્તુમાં અનાદિ અનંતકાળથી લાગી રહેલી પ્રીતિ-મમતાને પરિહરવાથી જ જાગે છે, તેથી આત્માથી જનેએ તેવી પિગલિક પ્રીતિ તજવી અને આત્માના અંતરંગ જ્ઞાનાદિક ગુણેમાં પ્રીતિ જોડવા પ્રયત્ન કરે એગ્ય છે. જ્યાં સુધી જીવ નકામી પરવસ્તુઓમાં મમતાબુધ્ધિ ધારે છે ત્યાં સુધી ગમે તેટલું કાયાકષ્ટ કરે તે પણ તે તેના આત્માને હિતકારક થતુ નથી, અને મમતા બુદ્ધિ તજી કે તરત તેની સકળ કારણે તેના આત્માને એકાંત હિતકારક થાય છે, માટે મુમુક્ષુ જનેએ પરવસ્તુઓમાંથી મમતાબુધ્ધિ ઉખેડી નાંખી આત્માના સ્વાભાવિક સદ્દગુણોમાં જ મમતાબુદ્ધિ ધારવી ઉચિત છે અને એ જ કર્તવ્ય છે.
૨૩. સ્વ૫રભાવ જ્ઞાન કર શેય-સ્વ એટલે આત્મદ્રવ્ય અને પર એટલે આત્મા સિવાય બીજાં દ્રવ્યો તેનું જેમ યથાર્થ જાણપણું થાય તેમ બની શકે ત્યાં સુધી ગુન્ગમ્ય અભ્યાસ કરે ઉચિત છે. આત્મા, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગળ અને કાળ એ બહુ દ્રવ્યે તેમના ગુણપર્યાયયુક્ત હોય છે. તેને વિશેષ અધિકાર નવતત્કાદિક ગ્રંથેથી જાણવે. આત્મા ચતચયુકત ચેતન દ્રવ્ય છે, ત્યારે બાકીના બધાં ચિતન્યરહિત જડ દ્રવ્યો છે. તેમને ગુણપર્યાય યુક્ત સારી રીતે ઓળખી આત્માને અનુપયેગી એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com