________________
પ્રશ્નોત્તરત્નમાળા
: : ૨૨ : :
ગયેલ છે? તે શી રીતે પ્રગટ થઈ શકે ? તેમાં અંતરાયભૂત કેણું છે? તે અંતરાય કેમ દૂર થઈ શકે? તેનાં ક્યાં ક્યાં સાધન છે? તે તે સાધનને કેવી રીતે ઉપયોગ કરવે જોઈએ? આ મનુષ્યભવ કેટલે અમૂલ્ય છે? તેને એળે કેમ ગમાવી દેવામાં આવે છે એ વિગેરે આત્મા સંબંધી ચિતવન સાથે હવે કઈ સવિશેષ જાગૃત થઈ રહેવું બહુ જરૂરનું છે. જેમને આત્માને અનુભવ જાગે છે એવા સંત જનની સેવાભક્તિ બહુમાન કરવા હવે ઉજમાળ થવાની જરૂર છે. સ્વહિત કાર્યમાં ગફલત કરવાથી જીવને અત્યાર સુધી બહુ ખમવું પડયું છે અને આગળ ખમવું પડશે, માટે હવે વધારે વખત સ્વહિત સાધનની ઉપેક્ષા નહીં કરતાં જેમ બને તેમ જલદી ખંતથી અને પ્રેમથી સસંગતિ સેવીને સ્વહિત સાધી લેવા પૂરતું લક્ષ્ય રાખવું. તેમાં ગફલત કરવી એ સોનેરી તક ગુમાવવા જેવું કામ છે, કેમકે સ્વહિત સાધવા અંતર લક્ષ્યરૂપ સુવિવેક જાગ જીવને બહુ બહુ દુષ્કર છે.
૨૮. તાસ વિમુખ જડતા અવિવેક-ઉક્ત પ્રકારનું આત્મલક્ય ત્યજી કેવળ જડ એવી પૌગલિક વસ્તુમાં જ પ્રીતિ ધરવી, તેમાં નિમગ્ન થઈ રહેવું, એથી ઉપરાંત બીજું કંઈ કર્તવ્ય અવશિષ્ટ (બાકી) નથી; ખાનપાન એશઆરામ કરવા એ જ આ દુનિયામાં સાર વસ્તુ છે અને એ જ પ્રાપ્ત કરવા અહેનિશ ઉદ્યમ કર્તવ્ય છે-આવા એકાંત અજ્ઞાનગભિત કુવિચાર તે જ અવિવેક છે. એવા અવિવેકથી જ મિથ્યા વાસના વૃધ્ધિ પામે છે, અને એથી જ જીવ સંસારચક્રમાં ભ્રમણ કરે છે, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ અને સાગવિયોગજન્ય અનંત દુઃખ દાવાનળમાં પચાયા જ કરે છે, અને તેમ છતાં મેહમદિરાના પ્રબળ વેગવિકારથી તે પિતાને સુખી લેખે છે
અથવા એવા જ કલ્પિત ક્ષણિક સુખની આશા રાખ્યા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com