________________
પ્રશ્નોત્તરરત્નમાળા
:: ૧૮ ::
૨૦. વેદ ભેદ બંધન દુખપ–વેદ ભેદ એટલે ચાર ભેદવાળું બંધન (બંધ) દુઃખદાયક જ છે. પરમાર્થ એ છે કે નવતત્વમાં અનુક્રમે કહેલ બંધ ચાર પ્રકાર છે. તે બધે મોક્ષને વિરોધી હેવાથી દુઃખદાયક જ છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ ને ૪ પ્રદેશબંધ. આત્માના જ્ઞાનાદિક ગુણને આવરવાના સ્વભાવવાળો પ્રકૃતિબંધ, દીર્ઘ કે હસ્વ કાળની સ્થિતિને નિશ્ચય કરનાર સ્થિતિબંધ, ૧-૨૩-૪ કાણુઓ અથવા તીવમંદાદિક શુભાશુભ રસ જે વિપાકકાળે વેદ પડે તે રસબંધ અને તે ત્રણેના સંગ્રહરૂપ જે કર્મના પ્રદેશને સંચય તે પ્રદેશબંધ. આ કર્મબંધ શુભ તેમજ અશુભ બન્ને પ્રકારને હોઈ શકે છે. તેને વિશેષ અધિકાર કર્મગ્રંથાદિકથી જાણી લેવો. તે શુભ બંધ પણ સુવર્ણની બેડી છે અને અશુભ બંધ લેઢાની બેડી જેવો છે. તે ઉભય પ્રકારને બંધ ભારભૂત-દુઃખદાયક જાણું મુમુક્ષુઓએ વર્જવા ગ્ય છે. !
૨૧. બંધ અભાવ તે મોક્ષ અનુપ–મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રોગ પ્રમુખ કર્મબંધના સામાન્ય હેતુઓ છે, અને તેના વિશેષ હેતુઓ પણ પ્રથમ કર્મગ્રંથમાં બતાવેલાં છે. તે લક્ષ્યમાં લઈ તેવા બંધહેતુએથી પાછા ઓસરતાં આત્મા અનુક્રમે અનુપમ એવા મોક્ષસુખને અધિકારી થઈ શકે છે. રાગદ્વેષ પ્રમુખ ભાવકર્મ છે, એટલે તે કર્મબંધને બહુ પુષ્ટિ આપે છે, તેથી આત્મા સ્વસ્વરૂપથી ત–ભ્રષ્ટ થઈ પરભાવમાં ખુબ પેસારો કરે છે, અને એમ કરવાથી સંસારસંતતિની વૃદ્ધિ થયા કરે છે. વડના બીજની પેઠે તેને અંત આવી શકતું નથી. પરંતુ જે રાગ, દ્વેષ પ્રમુખ પોષક પદાર્થ મળે નહીં તે તેને તરત જ અંત આવી જાય છે. આથી જ તત્ત્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com