________________
:: ૧૫ ::
પ્રશ્નોનારત્નમાળા
૧૪. રહિત ચેતન જાન અજીવ-જેનામાં પૂર્વોકત ચેતના-ચૈતન્ય-સજીવનતા વિદ્યમાન નથી તે અજીવ અથવા નિર્જીવ કહેવાય છે. નિર્જીવ વસ્તુમાં સામાન્ય લક્ષણ ચેતન્ય જ નથી તે વિશેષ લક્ષણ જ્ઞાનાદિક હોય જ કયાંથી? એવી રીતે જીવ અને અજીવ વસ્તુને નિર્ણય કરે સુગમ પડે છે.
૧૫. પરઉપગાર પુય કરી જાણ–જેમ અન્ય જનું હિત થાય એમ મન, વચન અને કાયાને સદુપયોગ કરે, અન્ય જીને શાતા-સમાધિ ઉપજે એવાં કાર્ય પરમાર્થદષ્ટિથી કરવાં, કરાવવાં કે અનુમેદવાં; કદાપિ સ્વપ્નમાં પણ કઈ જીવને પીડા-અશાતા-અસમાધિ અહિત એવું મનથી પણ નહીં ઈચછતાં સદા સર્વદા સર્વનું એકાંત હિત-વાત્સલ્ય થાય તેવું જ મનથી ચિંતવવું, તેવું જ વચન વાપરવું અને તેવું જ કાયાથી પ્રવર્તન કરવું; એવા પવિત્ર માર્ગથી કદાપિ સ્મલિત ન થવાય એટલા માટે સાવધાન રહેવું. એવાં હિતકારી કાર્ય કરી તેને બદલે નહીં ઈચ્છ. યશકીતિ પ્રમુખને લેભ નહીં રાખતાં સ્વકર્તવ્ય સમજીને સહુની ઉપર સમદષ્ટિ રાખીને એટલે રાગશ્રેષથી થતી વિષમતા ટાળીને અને મંત્રી પ્રમુખ ચાર ભાવનાને અંતઃકરણથી આશ્રય કરીને સ્વપરહિતને માટે પ્રવર્તવું એ જ ખરેખર પુણ્યને માર્ગ છે. પૂર્વ મહાપુરૂએ એજ પુણ્યમાર્ગ આદરેલ છે અને ઉપદિશેલો છે, અપરની ઉન્નતિ ઈચ્છનારે એ જ માર્ગ અવલંબવા ગ્ય છે.
૧૬. પરપીડાને પાપ વખાણ ક્રોધથી, માનથી, માયાથી કે લેભથી રાગદ્વેષને વશ થઈ આત્માને નિષ્કષાયનિર્મળ સ્વભાવ ભૂલી જઈ, પરભાવમાં પરિણમીને “સહુ જીવને આત્મ સમાન લેખવા” એ મહાવાકયને વિસારી દઈ, પરજીને બનતી સહાય કરવાને બદલે ઉલટી પીડા કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com