________________
પ્રશ્નોત્તરત્નમાળા
:: ૧૪ ::
ધ્યાન કરનાર ધ્યાતા ધ્યાનના પ્રભાવથી કીટ (ઇલ) ભ્રમરીના દષ્ટતે પોતે જ પરમાત્માના રૂપને પામી શકે છે. તેથી જેના સમસ્ત રાગાદિક દે વિલય પામ્યા છે, અને સમસ્ત ગુણગણુ પ્રગટ થયેલા છે એવા અરિહંત-સિદ્ધ પરમાત્માનું જ ધ્યાન કરવું આત્માથી જીવેને હિતકર છે.
૧૦. ધ્યાતા તાસ મુમુક્ષુ અખાન, જે જિનમત તત્વારથ જાન–જેમણે રાગ દ્વેષાદિક અંતરંગ શત્રુઓને સંપૂર્ણ રીતે જીતી લીધા છે એવા જિનેશ્વર ભગવાને કથન કરેલા તત્વને સારી રીતે જાણી સમજીને જેને જન્મમરણાદિક દુઃખને સર્વથા ક્ષય કરી મેક્ષ સંબંધી અક્ષય અવિચળ સુખ મેળવવાની તીવ્ર અભિલાષા જાગી છે એવા મુમુક્ષુ જેને જ ખરેખર પૂત વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવાના અધિકારી છે.
૧૧. લહી ભવ્યતા હે માન–જન્મ જરા અને મરણના દુઃખથી સર્વથા મુકત થઈ મોક્ષ સંબંધી અક્ષય સુખ પામવાને અધિકારી બનવું, એટલે તેની ગ્યતા મેળવવી એ જ ખરેખર આત્મ સકતાર (Self respect ) સમજ..
૧૨. કવણુ અભવ્ય ત્રિભુવન અપમાન –પૂર્વકત ભવ્યતાથી વિપરીત અભવ્યતા મેક્ષ સંબધી શાશ્વત સુખથી સદા બેનશીબ જ રહેવાય એવી અગ્યતા એ જ ખરેખર જગતમાં મોટામાં મોટું અપમાન જાણવું; કેમકે તેથી જીવ જ્યાં ત્યાં જન્મ, જરા અને મરણ સંબંધી અનંત દાવાનળમાં પચાયા જ કરે છે.
૧૩. ચેતન લક્ષણ કહીએ છવચેતના એ જીવનું સામાન્ય લક્ષણ છે. ચેતના એટલે ચૈતન્ય સજીવનપણું. બાકી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ.
જીવનાં વિશેષ લક્ષણે છે. એવાં લક્ષણે જીવમાં જ લાભી શકે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com