Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪
પંચસંગ્રહ તૃતીયખંડ ક્રોધને બંધ ઉદય સાથે જ જાય છે. ત્રણના ઉદયના ત્રણ ભંગ થાય છે. એ પ્રમાણે સંજ્વલન માનના બંધવિચછેદે બેને બંધ હોય છે, ઉદય માયા કે લેભ બેમાંથી એકને જ હોય છે, અહિં બેના ઉદયના બે ભંગ થાય છે. સંજવલન માયાને બંધવિચછેદ થાય ત્યારે એક સંજવલન લેભને જ બંધ થાય છે, ઉદયમાં પણ સંજ્વલન લેભ એક જ હોય છે. માન અને માયાને પણ બંધ અને ઉદય સાથે જ જાય છે, અહિં એકના ઉદયને એક જ ભંગ થાય છે.
અહિં પાંચ આદિ બંધસ્થાનકમાં જે કે સંજ્વલનના ઉદય આશ્રયી કોઈ વિશેષ નથી, કેમકે ઉદયમાં તેની તે પ્રકૃતિ હોય છે, તે પણ બંધસ્થાનકની અપેક્ષાએ ભેદ હવાથી ભાંગા જુદા ગણ્યા છે. પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણે તે બંધસ્થાનકની અપેક્ષાએ પણ કેઈ ભેદ નથી, કેમકે તે સઘળા નવને બંધ કરે છે, ઉદયમાં પણ કઈ ભેદ નથી માટે તેઓના ભાંગા જુદા ગણ્યા નથી. તથા મેહનીયની એક પણ પ્રકૃતિ નહિ બાંધનાર સૂમસંપાયે એક સંજ્વલન લેભને ઉદય હોય છે. એટલે તેને એક ભંગ. સઘળા મળી પાંચ આદિ બંધકના અને અબંધકના ઉદયના વિકલ્પ ત્રેવશ થાય છે તે પૂર્વોક્ત નવસે સાઠમાં મેળવતાં કુલ નવસે અને ત્યાશી વિકલ્પ થાય છે. ૨૮
આ વિષયમાં મતાન્તર કહે છે – चउबंधगेवि बारस दुगोदया जाण तेहिं छूढेहिं । बंधगभेएणेवं पंचूणसहस्समुदयाणं ॥२९॥
चतुर्बन्धकेऽपि द्वादश द्विकोदयात् जानीहि तैः क्षिप्तः ।
बन्धकभेदेनैवं पश्चोनसहस्रमुदयानाम् ॥२९॥ અર્થ–ચારના બંધે પણ શરૂઆતમાં વેદને ઉદય હેવાથી બાર ભાંગા જાણુ-સમજ. બંધકના ભેદે (થતા) તે ભાંગા (પૂર્વોક્ત સંખ્યામાં નાખવાથી પાંચ ઓછા એક હજાર ઉદયના વિક થાય છે.
ટકાનુ –અહિં કેટલાક આચાર્ય મહારાજે ચારને બંધ એટલે કાળ થાય છે, તેના આદ્ય વિભાગમાં-શરૂઆતના કાળમાં વેદને ઉદય ઈચ્છે છે, માટે તેમના મતે ચારના બધે પણ સંજવલન ચાર કષાયને ત્રણ વેદ સાથે ગુણતાં બેના ઉદયના) બાર ભંગ થાય છે. પહેલાં પાંચના બંધે બેના ઉદયે જે બાર ભંગ કહ્યા તેજ બાર ભંગ ચારના બંધે અને બેના ઉદયે પણ થાય છે. ઉદયગત પ્રકૃતિમાં કંઈ તફાવત નથી છતાં બંધના ભેદે ભિન્ન છે. પહેલાંના બાર ભંગ પાંચના બંધ સંબંધી છે. અને ઉપર કહ્યા તે બાર ભંગ ચારના બંધ સંબંધી છે. માટે બંધના ભેદે થતા તે બાર વિકલપ પૂર્વના