Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સા સંગ્રહ
૨૫૫ ચેથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્ય જ્યારે ૨૮ સાથે જિનનામ બાંધે ત્યારે ૨૯ નું બંધસ્થાન અને તેના આઠ ભાંગા થાય, પરંતુ અસ્થિરદ્ધિક, અને અયશને બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હેવાથી જ્યારે અપ્રમત્તાદિ મુનિએ બાંધે ત્યારે આ બને બંધસ્થાનમાં એક-એક જ ભાંગો હોય છે.
જ્યારે સાતમા તથા આઠમાં ગુણસ્થાનકવાળા મુનિએ આ ૨૮ સાથે આહારકદ્ધિક બાંધે ત્યારે ૩૦ નું અને જિનનામ પણ બાંધે ત્યારે ૩૧નું બંધસ્થાન થાય છે. આ બંને બંધસ્થાનકમાં પરાવર્તમાન બધી શુભ પ્રકૃતિએ જ બંધાતી હોવાથી એક-એક ભાગે થાય છે. એમ દેવપ્રોગ્ય ર૮ આદિ ચારે બંધસ્થાનેના અનુક્રમે આઠ, આઠ, એક અને એક ભાગ થવાથી સર્વમળી ૧૮ ભાંગા થાય છે,
આઠમા , ગુણસ્થાનકના છઠ્ઠાભાગે દેવપ્રાયોગ્ય બંધવિચછેદ થયા બાદ આઠમાના સાતમા ભાગથી દશમ ગુણસ્થાનક સુધી કેવળ યશકીર્તિ રૂપ એક પ્રકૃતિનું બંધસ્થાન અને તેને એક ભાગ છે.
આ પ્રમાણે ચારે ગતિ પ્રાયોગ્ય અને એક યશકીર્તિરૂપ એમ આઠે બંધસ્થાનકના સર્વ મળી (૧૩૯૪૫) તેર હજાર નવસે પિસ્તાલીશ બંધ ભાંગા થાય છે.
દરેક બંધસ્થાને કુલ ભાંગા – ૨૩ ના બંધે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય ચાર (૪) પચીશના બંધે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય (૨), અપર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય તિયચ અને મનુષ્ય પ્રાગ્ય એક–એક એમ (૨૫) પચીશ, ૨૬ના બંધે પર્યાપ્ત એકેન્દ્રિયના (૧૬) સેળ, ૨૮ના બંધે દેવ પ્રાગ્ય આઠ, અને નરક પ્રાગ્ય એક એમ નવ, રત્ના બંધે દેવ પ્રાગ્ય આઠ, પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય છેતાલીશ આઠ (૪૬૦૮), પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છેતાલીશો આઠ (૪૬૦૮) અને વિકસેન્દ્રિય પ્રાગ્ય (૨)
વીશ એમ સર્વ મળી બાણુ અડતાલીશ (૨૪૮), ૩૦ને બંધે દેવ પ્રાગ્ય એક, પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય આહ, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છેતાલશે આઠ અને વિકલેન્દ્રિય પ્રાગ્ય ૨૪, એમ છંતાલીશ એક્તાલીશ, (૪૬૪૧), અને એકત્રીશ તથા એકના બંધને એક એક એમ આ રીતે પણ આઠે બંધસ્થાનના કુલ ભાંગા(૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ થાય છે.
બંધસ્થાનનું કાળમાન? જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધસ્થાન વિના અન્ય ગતિ પ્રાગ્ય ૩૦ ને તેમજ ૨૩ વગેરે શેષ સાતે બંધસ્થાનને જઘન્ય કાળ એક સમય છે..