Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૦૦
પંચસંગ્રહ વતીયખંહ નામકમ: તિર્યંચ ગતિને જઘન્ય પ્રદેશ–બંધ તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના બંધમાં હોય છે. માટે તેને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ મનુષ્યગતિને જઘન્ય પ્રદેશબંધ મનુષ્ય પ્રાગ્ય ૨૯ બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાત ભાગ અધિક હોય છે. તેનાથી દેવગતિને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાત ગુણ હોય છે. કારણકે દેવગતિને જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ ના બંધસ્થાનમાં હોય છે. અને નરક ગતિને પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. અને મનુષ્ય ગતિને જઘન્ય પ્રદેશબંધ સૂમ નિગોદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. તેથી તેની અપેક્ષાએ દેવગતિ અને નરકગતિ બાંધનારને વેગ અનુક્રમે એક–એકથી અસંખ્યાત ગુણ હોય છે માટે.
બેઈન્દ્રિયાદિ ૪ જાતિને જઘન્ય પ્રદેશબંધ ૩૦ ના એક જ બંધસ્થાનમાં હેવાથી એકેન્દ્રિય જાતિની અપેક્ષાએ અલ્પ અને ચારેને પરસ્પર તુલ્ય, અને તેની અપેક્ષાએ એકેન્દ્રિય જાતિને જઘન્ય પ્રદેશબંધ ૨૬ ના બંધસ્થાનમાં હોવાથી તેને મળેલ દલિક સંખ્યાત ભાગ અધિક હોય છે.
ઔદારિક, તેજસ અને કાશ્મણ શરીરને જઘન્ય પ્રદેશબંધ ૩૦ ના એકજ બંધસ્થાનમાં છે છતાં ઔદારિકને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હેવાથી બીજા નિયમ પ્રમાણે તેનાથી તૈજસ અને કામણને પ્રાપ્ત થયેલ કર્મ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક હોય છે. વૈકિય શરીરને જઘન્ય પ્રદેશબંધ દેવગતિની જેમ ૨૯ ના બંધસ્થાનમાં હોવાથી લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. અને તેને સૂક્ષ્મ નિગેદિયા કરતાં વેગ અસંખ્યાત ગુણ હેવાથી કાર્પણની અપેક્ષાએ કિયને મળેલ દલિક ચેથા નિયમ પ્રમાણે અસંખ્યાતગુણ છે. અને આહારક શરીરને જઘન્ય પ્રદેશબંધ દેવગ્ય ૩૧ ના બંધસ્થાનમાં મુનિને જ હોય છે. અને સંસી અપર્યાપ્ત કરતાં સંશી પર્યાપ્તને વેગ અસંખ્યાતગુણ હોય છે. માટે વૈક્રિય શરીરની અપેક્ષાએ આહારક શરીરને પ્રાપ્ત થયેલ દલિક પણ અસંખ્યાત ગુણ હોય છે. પાંચે સંઘાતન અને ત્રણે અંગોપાંગનું અલ્પબદુત્વ પણ શરીર તુલ્ય જ છે.
બંધન - ઔદારિક-દારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક સૌથી અલ્પ છે. અને તેની અપેક્ષાએ ઔદ્યારિક તજસ, ઔદારિક-કાશ્મણ, ઔદારિક-તેજસ-કાશ્મણ, તેજસતેજસ, તૈજસ-કાર્પણ અને કાશ્મણ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હેવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. અને તેનાથી શરીરમાં બતાવેલ યુક્તિ પ્રમાણે વૈક્રિય-કિ બંધનને પ્રાપ્ત થયેલ દલિક ચોથા નિયમ પ્રમાણે અસંખ્યાત ગુણ છે. તેથી વૈક્રિય-તરસ, વૈકિય-કાશ્મણ અને વૈક્રિય-તેજસ-કાશ્મણને પ્રાપ્ત