Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૮
પ‘ચસ’ગ્રહ તૃતીય ખડ અલ્પ છે. અને તેથી તિક્ત-કષાય-આમ્લ અને મધુર રસને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે વિશેષાધિક છે. દુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ સુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક વિશેષાધિક છે. પરંતુ કમ પ્રકૃતિ ચૂર્ણિ વગેરેમાં સુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ અને દુરભિગ ́ધને વિશેષાધિક ખતાવેલ છે. અહી કોઈ યુક્તિ
ન હાવાથી તત્ત્વ કેવળી ગમ્ય.
ગુરૂ અને કશને મળેલ લિક અલ્પ અને પરસ્પર તુલ્ય છે. તેનાથી મૃદુ-લઘુ, શીત-રુક્ષ, સ્નિગ્ધ-ઉષ્ણુને મળેલ લિક વિશેષાધિક છે. અને પરસ્પર મખ્ખનુ દલિક તુલ્ય છે. એ વિહાયેાગતિ અને એ સ્વરના ઉત્કૃષ્ટ પ્રદેશમધ ૨૮ ના અંધસ્થાનમાં હાવાથી તેમજ આતપ અને ઉદ્યોતના ઉત્કૃષ્ટ પ્રદેશખંધ ૨૬ ના ૧ જ અંધસ્થાનમાં હાવાથી પરસ્પર તુલ્ય છે. અર્થાત્ અલ્પ-અહુત્વ નથી. આતપ અને ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિએની અવાંતર પ્રકૃતિ તેમજ વિાષી પ્રકૃતિ ન હેાવાથી અલ્પ-અહુત્વ નથી.
ત્રસ, પર્યાપ્ત, સ્થિર અને શુભ આ ચાર પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબધ .૨૫ ના અધસ્થાનમાં છે. અને તેની પ્રતિપક્ષ સ્થાવર, અપર્યાપ્ત, અસ્થિર, અને અશુભ એ ચારના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ ૨૩ ના મધસ્થાનમાં છે. માટે ત્રસાદિ ૪ ને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે અને સ્થાવરાદિ ચારને મળેલ લિક પાતપાતાની વિધિ પ્રકૃતિથી સ ંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. સૌભાગ્ય, અને આદ્રેયના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ દેવપ્રાયેાગ્ય ૨૮ ના અધસ્થાનમાં છે. તેથી આ એને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેના કરતાં તેની વિધી દૌર્ભાગ્ય અને અનાયના ઉત્કૃષ્ટ પ્રદેશમાંધ ૨૩ ના ખંધસ્થાનમાં હોવાથી સખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. સૂક્ષ્મ અને ખાદ્યર તેમજ પ્રત્યેક અને સાધારણ આ બન્ને યુગલનો ઉત્કૃષ્ટ પ્રદેશમ ́ધ ૨૩ ના ખધસ્થાનમાં જ હાવાથી પરસ્પર તુલ્ય છે. અયશકીતિના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ મૂળપ્રકૃતિ-સપ્તવિધ અંધક મિથ્યાદૃષ્ટિને નામકના ૨૩ના અધસ્થાનમાં છે. માટે તેને મળેલ દલિક અલ્પ છે. અને તેનાથી યશકીતિને પ્રાપ્ત થયેલ દલિક સ ંખ્યાતગુણુ હાય છે. કારણ કે યશકીતિના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ દેશમા ગુણસ્થાનકે મૂળ છ પ્રકૃતિના ખંધકને છે. તેથી પ્રાપ્ત થયેલ મૂળ દિલકના લગભગ છઠ્ઠો ભાગ સંપૂર્ણ યશકીતિને જ મળે છે.
ગાત્રકમ :- નીચગેત્રને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેનાથી ઉચ્ચ ગેાત્રને પ્રાપ્ત થયેલ લિક સ ંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. તેનુ કારણ અસાતા અને સાતામાં બતાવ્યા પ્રમાણે છે.
અંતરાય :–દાનાંતરાયને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હાવાથી ખીજા નિયમ પ્રમાણે લાભાન્તરાય, ભાગાન્તરાય ઉપભાગાન્તરાય, અને વીર્યાં તરાયને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે.