Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 410
________________ પરિશિષ્ટ-૧ ૩૯૯ -: જઘન્ય પદે દલિક વિભાગ :ક્રિય, અષ્ટક, આહારદ્ધિક અને જિનનામ તેમજ તિર્યંચ-મનુષ્પાયુષ્ય વિના ૧૦૭ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશબંધ સર્વાલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગાદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે અને મનુષ્ય-તિર્યંચાયુષ્યને એજ જીવને પિતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થયા બાદ તરત જ આયુષ્યને બંધ શરૂ કરનારને બંધના પ્રથમ સમયે જ હોય છે. તેથી અહીં પ્રકૃતિવિશેષના કારણે અથવા સર્વઘાતીની અપેક્ષાએ દેશઘાતી પ્રકૃતિમાં દલિક વિશેષ પ્રાપ્ત થાય, અને નામકર્મમાં વધુ સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના કરતાં ઓછી સંખ્યાવાળા બંધસ્થાનમાં બંધાતી પ્રકૃતિને દલિક અધિક મળે છે. આ હકીકત સર્વત્ર યાદ રાખવી. જ્ઞાનાવરણીય અને અંતરાયમાં જેમ ઉત્કૃષ્ટ પદે અ૫બહત્વ છે. તેમ અહીં પણ છે. અને દર્શનાવરણીયમાં પણ કર્મ પ્રકૃતિ ટકા આદિમાં ઉત્કૃષ્ટ પ્રમાણે જ અલ્પબહત્વ છે પરંતુ કર્મપ્રકૃતિ ચૂર્ણિ આદિના અભિપ્રાયે નિદ્રાને મળેલ દલિક અલ્પ, તેથી પ્રચલા, નિદ્રા-નિદ્રા, અને પ્રચલા-પ્રચલાને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. આ વિશેષતા છે. વેદનીય તથા ગોત્રકર્મની પ્રવૃતિઓમાં પરસ્પર અલ્પ બહુત્વ નથી અર્થાત્ કલિક વિભાગ તુલ્ય છે. જ મેહનીય કમ:- અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ કલિક અલ્પ છે. તેની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીય કોધ-માયા-લે. પછી પ્રત્યાખ્યાનીય માન–કોધ-માયા-લેભ, ત્યારબાદ અનંતાનુબંધી માન-ક્રોધ-માયા-લેબ અને મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે. એક-એકથી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિવિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિક છે. તે થકી પ્રથમ નિયમ પ્રમાણે જુગુપ્સા દેશઘાતી હોવાથી તેને પ્રાપ્ત થયેલ દલિક અનંતગુણ. તેના કરતાં ભય, હાસ્ય-શોક, રતિ–અરતિ અને ત્રણે વેદને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસં ખ્યાતભાગ અધિક છે. અને પરસ્પર તુલ્ય છે. તેથી પણ સંજવલન માન, ક્રોધ, માયા અને લેભને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. આયુષ્ય કર્મ – તિર્યંચ અને મનુષ્ય આયુષ્યને પ્રાપ્ત થયેલ દલિક પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બને આયુષ્ય અલ્પ આયુષ્ય અને સર્વાલ્પ વિયવાળા લબ્ધિ અપ પ્ત સૂમ નિગેદિયા છે પિતાના આયુષ્યના બે ભાગ ગયા પછી પ્રથા સમયે બાંધી શકે છે. માટે આની અપેક્ષાએ દેવ તથા નરક આયુષ્યને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાત ગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બન્ને આયુષ્યને જઘન્ય પ્રદેશબંધ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંને હોય છે. અને તેઓને વેગ સૂકમ નિ દિવાની અપેક્ષાએ અસંખ્યાત ગુણ હોય છે.

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420