Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૬
પંચસંગ્રહ તૃતીયખંડ અર્ધભાગ મળે છે. પરંતુ કષાય મેહનીય કરતાં નેકષાય મેહનીયને પ્રાપ્ત થયેલ ભાગ તથા-સ્વભાવે જ કંઈક ન્યૂન હોય છે. તેથી અહીં વિશેષાધિકજ ઘટે છે. અને સંજ્વલન માયાને મેહનીયને કંઈક ન્યૂન અર્ધભાગ તથા સંજવલન લેભને મેહનીયને સંપૂર્ણ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી માયાની અપેક્ષાએ સંજવલન લેભને પ્રાપ્ત થયેલ દલિક ડબ્બલથી પણ કંઈક અધિક હોય છે. માટે સંખ્યાત ગુણ હોય છે.
આયુષ્ય - ચારે આયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત સ્વભૂમિકા અનુસાર ઉત્કૃષ્ટ યેગસ્થાનમાં વર્તાતા ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધી શકે છે. અને તે વખતે અષ્ટવિધ બંધક જ હોય છે માટે ચારે આયુષ્યને દલિક ભાગ પરસ્પર તુલ્ય હોય છે.
નામકમ- ગતિ – નરક અને દેવગતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૮ ના બંધસ્થાનમાં હોવાથી પરસ્પર તુલ્ય અને શેષ ગતિની અપેક્ષાએ અલ્પ છે. અને મનુષ્ય ગતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ ને બંધસ્થાનમાં હોવાથી તેમજ તિર્યંચ ગતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ ના બંધસ્થાનમાં હોવાથી પ્રથમની બે ગતિના દલિકની અપેક્ષાએ મનુષ્ય અને તિર્યંચ ગતિને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક
હોય છે.
ચારે આનુપૂર્વનું પણ આજ પ્રમાણે હોય છે.
બેઈન્ડિયાદિક ચાર જાતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ પ્રકૃતિના બંધસ્થાનમાં થાય છે. તેથી પરસ્પર તુલ્ય અને એકેન્દ્રિય જાતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૩ના બંધ સ્થાનમાં હોવાથી પ્રથમની ચાર જાતિના દલિકની અપેક્ષાએ એકેન્દ્રિય જાતિને પ્રાપ્ત થયેલ ઠલિક સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે.
શરીર- આહારક શરીરને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ત્રીશના બંધસ્થાનમાં હોય છે. અને તેને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિમાંથી શરીરને મળેલ ૩૦મા ભાગમાંથી લગભગ ચેથે ભાગ પ્રાપ્ત થાય છે. માટે સર્વથી અલ્પ અને ક્રિયશરીરને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૮મા ભાગમાંથી લગભગ ત્રીજો ભાગ મળે છે. માટે આહારકની અપેક્ષાએ ક્રિય દલિકભાગ સંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે.
ઔદ્યારિક શરીરને પ્રાપ્ત થયેલ દલિક નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૩મા ભાગમાંથી લગભગ ત્રીજા ભાગનું મળે છે. તેથી વૈકિયની અપેક્ષાએ ઔદારિકને મળેલ દલિક ભાગ પણ સંખ્યામભાગ અધિક રૂપ વિશેષાધિક છે, અને તેજસ તથા કાર્મણ શરીરને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૩મા ભાગમાંથી લગભગ ત્રીજો ભાગ મળવા છતાં પ્રકૃતિ વિશેષ હેવાથી બીજા નિયમ પ્રમાણે ઔદારિકથી તૈજસ અને કામણ શરીરને દલિક ભાગ અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂ૫ વિશેષાધિક હોય છે.