Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 406
________________ પરિશિષ્ટ-૧ ૩૯૫ મેાહનીય :-તથાસ્વભાવે જ અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ દલિકના ભાગ સર્વાથી અલ્પ હોય છે. અને તેની અપેક્ષાએ તેજ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માયા અને લેભ તથા પ્રત્યાખ્યાનીય માન, ક્રોધ, માયા અને લેભ તેમજ અનંતાનુબંધી માન, ક્રોધ, માયા, અને લાભ અને મિથ્યાત્વ મહુનીયને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિવિશેષ હેાવાથી અનુક્રમે એક-એક થી અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક હાય. મિથ્યાત્વની અપેક્ષાએ દેશઘાતી હોવાથી જુગુપ્સાને પ્રાપ્ત થયેલ દલિક પહેલા નિયમ પ્રમાણે અનંતગુણુ અને તે થકી ભયને પ્રકૃતિવિશેષ હાવાથી અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક મળે છે. તે થકી હાસ્ય-શેક, તે થકી રતિ-અતિ અને તે થકી નપુસંક–સ્રીવેદને ખીજા નિયમ પ્રમાણે પ્રકૃતિવિશેષ હોવાથી અનુક્રમે અસખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક અને ત્રણે જોડલાંઆને પરસ્પર સમાન દલિક મળે છે. નપુસંક અને સ્રીવેદ કરતાં સંજવલન ક્રોધને પ્રાપ્ત થયેલ દલિક યુતિથી વિચારતાં સંખ્યાતગુણ મળે છે. કારણ કે મેહનીયને પ્રાપ્ત થયેલ દલિકના કષાય અને નાષાય એમ ૨ ભાગ પડે છે. તેમાંથી નાકષાયને પ્રાપ્ત થયેલના પાંચમે ભાગ કોઇપણ એક વેદને મળે છે. તેથી આ બન્ને વેદને મેાહનીયને પ્રાપ્ત થયેલ દલિકના લગભગ દશમા ભાગ પ્રાપ્ત થાય અને ક્રોધના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ નવમા ગુણસ્થાનકના ખીજા ભાગે ચતુવિધ અંધકને થતાં હાવાથી માહનીય કર્મોને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિકને કાંઈક ન્યૂન ચેાથેા ભાગ મળે છે. અને દશમાભાગની અપેક્ષાએ ચાથેાભાગ સંખ્યાત ગુણુ કહેવાય, તેથી એ ખરાખર લાગે છે. પરંતુ ક`પ્રકૃતિ-શૃણિ વગેરેમાં વિશેષાધિક બતાવેલ છે. તત્ત્વ તે અતિશય જ્ઞાની જાણે. સંજ્વલન માનના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ નવમે ગુણસ્થાનકે ત્રિવિધ અંધકને હાવાર્થી મેાહનીય સંબધી સમગ્ર દલિકના તેને ક ંઈક ન્યૂન ત્રીજે ભાગ મળવાથી સંજવલન ક્રોધની અપેક્ષાએ સ ંજવલન માનના ભાગ સ ંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક. તૈથકી પુરૂષવેદના ભાગ સખ્યાત ભાગ રૂપ વિશેષાધિક હોય છે. કારણકે સંજવલન માનને મેાહનીયના સમગ્ર દલિકના કઈક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. ત્યારે નવમા ગુણુસ્થાનના પહેલા ભાગે નાકષાયના ભાગમાં આવેલ મેહનીયના લિકના કંઈક ન્યૂન અધ ભાગ સંપૂર્ણ પુરૂષને જ મળે છે. તેથી સંજવલન માનની અપેક્ષાએ પુરૂષવેદના સંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. તેથી પણ સ ંજવલન માયાના અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. જો કે પુરૂષવેદ અને સ ંજવલન માયા એ બન્નેને મેાહનીય કને પ્રાપ્ત થયેલ દલિકના કંઈક ન્યૂન

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420