Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૮
પંચસંગ્રહ તુતીયખંડ અને તેથી પણ આગળ વધેલા શ્રેણીમાં રહેલ મહામુનિઓને મનથી લેશમાત્ર પણ વિષય વિકારને અને હાસ્યાદિકના ઉદયને પિતાને પણ ખ્યાલ આવતું નથી. અને આ વિચાર પણ હેતે નથી. એટલું જ નહીં પણ “ જે કવિવાર:' આ સૂત્રમાં ભગવાન ઉમા
સ્વાતિ મહારાજાએ વેને વિપાકેદય હોવા છતાં રૈવેયક અને અનુત્તર દેવને માનસિક દષ્ટિએ પણ વિકાર રહિત કહેલા છે. I એજ પ્રમાણે સંપૂર્ણ શારીરિક તંદુરસ્તીવાળા કેટલાએક સુખી માણસને પણ જીવન સુધી રેગાદિક નથી આવતા અને દવાઓ પણ લેવી પડતી નથી. અર્થાત સાતાને જ ઉદય જણાય છે. અનુત્તર દેવેને પણ લગભગ સાતાને જ ઉદય જણાય છે. પરંતુ તત્ત્વાર્થ સૂત્ર ચેથા અધ્યાયના ભાષ્યમાં દેને વધુમાં વધુ ૬ માસ સુધી સાતાને ઉદય બતાવેલ છે. એટલે વચ્ચે વચ્ચે અવ્યક્ત અશાતાને વિપાકેદય પણ છે. અને મનુષ્યને પણ અન્તર્મુહૂર્ત પછી અશાતાને અવ્યક્તોદય થાય છે. છતાં તેને ખ્યાલ ન આવવાથી આપણને સતત શાતાને ઉદય જણાય છે. તેમ અન્તર્મુહૂર્ત પછી અવશ્ય વ્યક્ત નહી તે અવ્યક્ત રૂપે પણ નિદ્રાને ઉદય થાય છે. અને સામાન્યથી ૬ થી ૭ કલાક અથવા તેથી વધારે કાળ સુધી ઉંઘનાર માણસને પણ અન્તમુહૂર્ત પછી અવશ્ય વચમાં–વચમાં સૂક્ષમ કાળ પર્યત નિદ્રાને ઉદય અટકે છે. અને ફરીથી ઉદય થઈ જાય છે. તેથી તે વચલે કાળ બહુજ અલ્પ હેવાથી અને તેમાં પણ અવ્યક્ત નિદ્રાને ઉદય હાય માટે આપણને ૪ અથવા પ ના ઉદયસ્થાનને કાળ ઘણે લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે અન્તર્મુહર્ત જે હેય છે એમ જ્ઞાનીઓનાં વચને ઉપરથી સમજાય છે.
પ્રશ્ન-૧૩ જઘન્યથી ૧ સમયકાળ પ્રમાણ ગોત્ર કર્મના કેટલા? અને કયા ભાંગા હોય. ઉત્તર-પ્રથમભાંગા સિવાયના એ ભાગાઓને કાળ જઘન્યથી ૧ સમય પ્રમાણ છે.
પ્રશ્ન-૧૪ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહર્ત કાળ સુધી સંભવે એવા નેત્ર કર્મના ભાંગા કેટલા? અને ક્યા ?
ઉત્તર-(૧) નીચને બંધ, ઉચ્ચને ઉદય અને બેની સત્તા, આ એક જ ભાંગાને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે.
પ્રશ્ન-૧૫ દર્શનાવરણીય કર્મના એવા કયા સંવે છે, કે જેને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહર્ત પ્રમાણ કાળ હોય ?
ઉત્તર-મૂળ મતે ક્ષપકશ્રેણીમાં જ સંભવતા (૧) ચારને બંધ, ૪ ને ઉદય અને ૬ ની સત્તા (૨) અબંધ ૪ ને ઉદય અને ૬ ની સત્તા. આ બે સંધોને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહર્ત પ્રમાણે કાળ હોય છે. પરંતુ મૃતાંતરે આ બે સંવેધને પણ જઘન્ય કાળ એક સમય પ્રમાણુ સંભવે છે.