Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહ તૃતીયખંડ પ્રશ્ન-૨૮ કયા કયા વેદે શ્રેણી માંડનારને કયાં-કયાં સત્તાસ્થાને ન આવે ?
ઉત્તર પ્રવેદે શ્રેણી માંડનારને ૫ નું ૧ અને નપુંસક દે શ્રેણી માંડનારને ૫ તથા ૧૨ નું એ બે સત્તાસ્થાને ન આવે અને પુરૂષદે શ્રેણી માંડનારને બધાં જ આવે.
પ્રશ્ન-૨૯ પાંચમા ગુણસ્થાનકે મેહનીય કર્મનાં ૨૨ અને ૨૧ નાં સત્તાસ્થાને કેટલી ગતિમાં હોય?
ઉત્તર -તિર્યંચ અને મનુષ્યને પાંચમું ગુણસ્થાનક હેવા છતાં બદ્ધાયુ ક્ષાયિક સમ્યફવી જે તિર્યંચમાં જાય તે યુગલિકમાં જ જાય અને યુગલિકમાં દેવેની જેમ વિરતિના પરિણામ ન હોવાથી રર અને ૨૧ નું સત્તાસ્થાન પ માં ગુણસ્થાનકે તિર્યંચ ગતિમાં હોતું નથી. પણ મનુષ્ય ગતિમાં જ હોય છે.
પ્રશ્ન-૩૦ ક્ષપકશ્રેણમાં ૫ ના બંધે પુરૂષદે શ્રેણી માંડનારને ૧૧ નું અને ૪ ના બધે પુરૂષદને ક્ષય ન થાય ત્યાં સુધી પનું સત્તાસ્થાન આવે છે. છતાં સ્ત્રી દયે શ્રેણી માંડનારને ૧૧ નું સત્તાસ્થાન પાંચના બંધે આવવાને બદલે ચારના બંધે કેમ આવે ? . અને નપુંસક વેદયે શ્રેણિ માંડનારને પ ના બધે ૧૨ નું સત્તાસ્થાન જ કેમ નહી? તેમ જ ૧૧ નું પણ ૪ ના બધે જ કેમ? અને આ બંને વેદયે શ્રેણી માંડનારને ૫ નું સત્તાસ્થાન જ કેમ નહી?
ઉત્તર - નવમા ગુણસ્થાનકે નપુંસક વેદ અને સ્ત્રીવેદને ઉદયકાળ જેટલું છે. તેના કરતાં પુરૂષદને ઉદય કાળ વધારે હોય છે. અને જ્યાં સુધી કઈ પણ વેદને ઉદયે છે. ત્યાં સુધી પુરૂષદ બંધાય જ છે. પણ વેદેદયના વિચછેદની સાથે જ પુરૂષદને બંધ પણ વિચ્છેદ થાય છે. તેમજ પુરૂષ દયે અને સ્ત્રી વેદયે શ્રેણી માંડનારને પહેલાં નપુંસક વેદને અને ત્યારબાદ સ્ત્રી વેદને ક્ષય થાય છે. પણ નપુંસક વેદયે શ્રેણી માંડનારને નપુંસક વેદ તથા સ્ત્રી વેદને ક્ષય એક સાથે જ થાય છે. તેથી નપુંસક વેદ શ્રેણી માંડનારને ૧૨ નું સત્તાસ્થાન ઘટતું જ નથી. પરંતુ બીજા વેદયે શ્રેણી માંડનારને નપુંસક વેદને ક્ષય થયા પછી સ્ત્રી વેદને ક્ષય ન થાય ત્યાં સુધી ૧૨ નું સત્તાસ્થાન ઘટે જ, ત્રણે વેદયે શ્રેણી માંડનાર હાસ્ય ષટ્રક અને પુરૂષદ એ ૭ ને ક્ષય કરવાની શરૂઆત એકજ સાથે કરે છે. તેથી નપુંસક વેદ અને સ્ત્રીવેદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદના ક્ષયની સાથે જ જ્યારે ૧૧ નું સત્તાસ્થાન આવે છે ત્યારે પુરૂષદને બંધ પણ વિચ્છેદ થયેલ હોવાથી આ બન્ને વેદય વાળા જેને ૧૧ નું સત્તાસ્થાન ૪ ના બંધે જ આવે, પણ પાંચના બંધે ન જ આવે.