Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૬
પંચસંગ્રહ તૃતીયખડ
હાય છે. અને પછીના સમયે ઉત્પત્તિ સ્થાને આવતાં જ મનુષ્યને ૨૬ નું ઉદ્દયસ્થાન આવી જાય છે. એ જ પ્રમાણે પરભવમાંથી કાળ કરી ઋજુ શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર અન્યગતિના જીવાને પણ ૨૧ નું ઉદ્દયસ્થાન હેાતું નથી. પરંતુ ૨૧ સિવાયનાં ઉદયસ્થાના યથાસ ભવ હાય છે.
પ્રશ્ન-૪૧ કેવળ ૧ ઉદ્દયસ્થાન હેાય એવા કેાઈ જીવા હાય કે નહીં ?
ઉત્તર ઃ-પરભવમાંથી કાળ કરી ઋજુ શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર અપર્યાપ્ત નામક ના ઉદયવાળા એકેન્દ્રિયાને માત્ર ૨૪ તું અને દ્વેષ મનુષ્ય-તિ ચા ને માત્ર ૨૬ નું ૧ જ ઉદયસ્થાન હાય છે.
પ્રશ્ન-૪૨ નામકર્મનાં એવાં કેટલાં અને કયાં સત્તાસ્થાનેા છે કે તે એ રીતે આવી શકે ?
ઉત્તર :–એકેન્દ્રિયમાં વૈક્રિય અષ્ટકની ઉર્દુલના કર્યાં બાદ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી ક્રીથી ન ખાંધે ત્યાં સુધી ૮૦ તુ અને ક્ષપક શ્રેણીમાં ૯૩ ની સત્તાવાળાઓને ૧૩ પ્રકૃતિઓના ક્ષય થયા પછી ૮૦ નું એમ એ રીતે ૮૦ નું સત્તાસ્થાન. આવે છે. તેમજ ની સત્તાવાળા પચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી પ્રથમ દેવ અથવા નરક પ્રાયેાગ્ય અધ કરે ત્યારે દેવદ્વિક અને વૈક્રિય ચતુષ્ક સહિત અથવા નરકદ્ધિક અને વૈક્રિય ચતુષ્ક સહિત એમ૮૬નુ સત્તાસ્થાન પણ એ રીતે આવે છે.
..
પ્રશ્ન-૪૩ અને પ્રકારના ૮૬ ના સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પત્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ હાય ?
ઉત્તર :–ઉપરના પ્રશ્નમાં બતાવ્યા પ્રમાણે અને પ્રકારના ૮૬ના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત પ્રમાણુ જ હાય. પણ વધારે ન હેાય.
પ્રશ્ન-૪૪ બન્ને રીતે ૮૬ ના સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત પ્રમાણ જ બતાવે છે તે સારસ ગ્રડમાં આ સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પચેપમના અસખ્યાતમા ભાગ કેમ બતાવેલ છે ?
ઉત્તર ઃ-એકેન્દ્રિયમાં જઈ વૈષ્ક્રિય અષ્ટકની ઉલના સાથે જ શરૂ કરે છે, પરંતુ ઉત્તમ પ્રકૃતિની ઉદ્ભવલના પહેલાં અને તેથી અશુભ અથવા તેથી ઓછી ઉત્તમ પ્રકૃતિની ઉદ્વલના પછી પૂર્ણ થાય છે. માટે પહેલાં દેવદ્દિકની ઉલના પૂર્ણ કરે ત્યારે ૮૬ ની સત્તા થાય અને ત્યાર પછી પણ વૈક્રિય ચતુષ્ક અને નરકદ્ધિક આ ૬ પ્રકૃતિએની ઉદ્વલના પલ્યેાપમના અસ ંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી આ ૬ પ્રકૃતિની ઉદ્વલના દ્વારા સત્તાના ક્ષય ન થાય ત્યાં સુધી ૮૬ ની સત્તા હોય છે. એ અપેક્ષાએ આ સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પક્ષેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઘટી શકે છે.