Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીય સામાન્યથી બતાવ્યા મુજબ ૨૧ આદિ ૭ ઉદયસ્થાને અને દરેક ઉદયસ્થાને ભંગ સંખ્યા તેમજ કુલ ભંગ સંખ્યા હોય છે. સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨, ત્યાં પ્રથમનાં ૫, અને ૩૧ આ છ ઉદયસ્થાનમાં ૮૮ નું એક–એક તેથી ૬, અને ૩૦ના ઉદયસ્થાનમાં ૨, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૮-૮ હેય છે.
ઉદયભંગવાર વિચારીએ તે પણ માત્ર ૩૦ ના ઉદયના મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૨-૨ અને શેષ સર્વ ભાંગાઓમાં ૮૮ નું એક–એક જ હોય છે, તેથી જે જે ઉદયસ્થાનમાં જેટલા ઉદયભંગ છે. તેટલા જ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને હોય છે. માત્ર ૩૦ ના ઉદયસ્થાનમાં મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૯૨ નું સત્તાસ્થાન પણ હોય છે. તેથી આ ઉદયસ્થાનમાં ઉદયભંગની સંખ્યાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને માત્ર અગિયારસો બાવન વધારે હોય છે. તે આ પ્રમાણે
૨૧ નાં ૩૨, ૨૪ ના ૨, ૨૫ નાં ૮, ૨૬ નાં ૫૮૨, ૨૯ નાં ૯, ૩૦ નાં . ' ૩૪૬૪ અને ૩૧ નાં ૧૧૫૨ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૫૨૪૯) બાવન ઓગણપચાસ થાય છે.
મિશ્ર ગુણસ્થાનકમનુષ્ય અને તિર્યંચે માત્ર દેવ પ્રાયોગ્ય ૨૮ને બંધ કરે છે. અને દેવે તથા નારકો માત્ર મનુષ્ય પ્રાગ્ય ર૯ ને જ બંધ કરે છે. તેથી આ બેજ બંધ સ્થાને હેય છે. શેષ બંધાને મિથ્યાદિષ્ટી અને સમ્યફદષ્ટીને જ ઘટતાં હેવાથી અહીં સંભવતાં નથી.
ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ તેમજ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધાસ્થાનમાં પણ આ ગુણસ્થાનકે અસ્થિર-અશુભ અને અયશ સિવાય કોઈપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને બંધ રહેવાથી ૮ માંગ હોય છે. એમ કુલ ૧૬ બંધમાંગા અહિં હોય છે.
ગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. માટે દેવે અને નારકની અપેક્ષાએ ૨૯ અને મનુષ્ય તેમજ તિર્યંચની અપેક્ષાએ ૩૦ અને તિર્યંચની અપેક્ષાએ ૩૧ એમ ૩ ઉદયસ્થાને હોય છે. જોકે પર્યાપ્ત અવસ્થામાં ઉત્તર વૈક્રિય શરીર બનાવે તે ૨૫ આદિ ઉદયસ્થાને પણ ઘટી શકે. પરંતુ આ ગુણસ્થાનકે કેઈપણ સ્થાને વૈક્રિય મિશ્ર પેગ બતાવેલ નથી તેથી કાં તે આ ગુણસ્થાનકે કેઈપણ જીવો ઉત્તર વેકિય શરીર બનાવતાજ ન હોય અથવા તે તેની વિવક્ષા નહીં કરી હોય, એમ પંચસંગ્રહ પ્રથમદ્વારમાં ટીકાકાર મહર્ષિએ જણાવેલ છે. માટે શેષ ઉદયસ્થાને અહીં સંભવતાં નથી.
આ ગુણસ્થાનકે ઉત્તર ક્રિય શરીર ન બનાવે એમ માનીએ તો પણ દેના ઉત્તર વક્રિય શરીરને ઉત્કૃષ્ટ કાળ ૧૫ દિવસ અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વૈક્રિય