Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
Aડા
.
પચસંગ્રહ તૃતીયખંડ તેઉકાયમાં ૨૩ આદિ ૫ બંધસ્થાન હોય છે. પરંતુ તેઉકાય અને વાયુકાય મનુષ્ય પ્રાગ્ય બંધ કરતા નથી. કેવળ તિર્યંચ પ્રાગ્ય જ બંધ કરે છે. તેથી બંધ ભાંગામાં ફેર પડે છે. ૨૩. ના બંધના ૪, ૨૫ ના અપર્યાપ્ત મનુષ્યના ૧ વિના ૨૪, ૨૬ ના ૧૬, ૨૯ ના વિકલેન્દ્રિયના ૨૪ અને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના (૪૬૦૮) છેતાલીશસો આઠ એમ (૪૬૩૨) છેતાલીશ બત્રીશ અને એજ પ્રમાણે ૩૦ ના બંધના પણ ૪૬૩૨, માટે ૫ બંધસ્થાનના બંધભાંગા ૯૩૦૮ થાય છે.
તેઉકાય તથા વાયુકાયને આતપ તેમજ ઉદ્યોતને ઉદય ન હોવાથી ૨૭ નું ઉદયસ્થાન પણ હોતું નથી. માટે ૨૧ અને ૨૪ થી ૨૬ સુધીનાં ૪ ઉદયસ્થાને હોય છે. આ જીવને યશને ઉદય પણ હેતું નથી. પરંતુ કેવળ અયશને જ ઉદય હોય છે. તેથી ૨૧ ના ઉદયના બાદર અને સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્તના અયશ સાથેના ૪ ભાંગા હોય છે. ૨૪ના ઉદયે પણ પ્રત્યેક નામકર્મના ઉદય સહિત આ ક. ૨૫ના બાદર-સૂમ પર્યાપ્ત પ્રત્યેકના અયશ સાથે ના ૨, અને ૨૬ ના પણ આ જ પ્રમાણે ૨ એમ કુલ ૧૨ ઉદયભાંગ અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાન હોય છે. - વાયુકાયમાં બંધસ્થાન આદિ સેવે તેઉકાય પ્રમાણે જ હોય છે. પરંતુ ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયે વૈક્રિય શરીર બનાવનાર વાયુકાયને બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશને ૧-૧ એમ ૩ ભાંગ અધિક હેવાથી ઉદયભાંગા ૧૨ ને બદલે ૧૫ હોય છે. , વનસ્પતિકાયમાં પૃથ્વીકાયની જેમ ૨૩ આદિ ૫ બંધસ્થાન અને (૧૩૯૧૭) તેર : હજાર નવસે સત્તર બંધભાંગા તેમજ ૨૧ અને ૨૪ થી ૨૭ સુધીનાં એમ પ ઉદયસ્થાને હોય છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. તેથી સૂક્રમના પ્રત્યેક સાથે ના ભાંગાઓ અહીં ઘટતા નથી. તેમજ આપને ઉદય ન હોવાથી આપના ભાગ પણ ઘટતા નથી, આ વાત ધ્યાનમાં રાખવી.
- ૨૧ ના ઉદયે પાંચ. ૨૪ ના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથે ના ૪, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથે ના ૨, સૂમ પર્યાપ્ત અને અપર્યાપ્તના સાધારણ અયશ સાથેના ૨ એમ ૮. ૨૫ ને બાઇર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથેના ૪ અને સૂકમ પર્યાપ્ત સાધારણને અયશ સાથે ને ૧ એમ ૫. ૨૬ના આ જ પ્રમાણે ૫ અને ઉદ્યોતના ૪ એમ ૯ અને ૨૭ ના ઉદ્યોતવાળા ૪ એમ ૩૧ ઉદયભાંગા અને સત્તાસ્થાન ૯૨ આદિ ૫ હોય છે.
ત્રસકાયમાં ચારે ગતિના છ હોવાથી ૨૩ આદિ ૮ બંધસ્થાન અને દરેક બંધસ્થાનના બંધમાંગ ઘટતા હોવાથી (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધભાંગા અને ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાન અને એકેન્દ્રિયના ૪૨ વિના કુલ (૭૭૪૯) સાત હજાર સાતસો ઓગણપચાસ ઉદયભાંગા અને ૯૩ આદિ ૧૨ સત્તાસ્થાન હોય છે.