Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસંગ્રહ
૩૬૯
અહીં કેટલાએક ગ્રંથોમાં પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય જીને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિબની જેમ દરેક પરાવર્તમાન પ્રકૃતિઓને ઉદય પણ બતાવેલ છે, માટે તે મત પ્રમાણે ગણીએ તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના પણ (૪૯૯૬) ચાર હજાર નવસે છે અને પૂર્વોક્ત એકેન્દ્રિયાદિકન ૧૧૦ એમ (૨૦૧૬) પાંચ હજાર સોળ ઉદયભાંગા પણ હોય છે. અને તિર્યંચ ગતિ પ્રમાણે ૯૨ વગેરે પ સત્તાસ્થાને હોય છે.
આહારી માગણ – આહારી માર્ગણામાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધભાંગી હોય છે અને ૨૦ નું કેવળી સમુદ્દઘાતમાં કાર્પણ કાયેગે વર્તતાને તથા ૨૧ નું ઉદયસ્થાન કેવળ કાર્પણ કાયગમાં વર્તતાને વિગ્રહગતિમાં તેમજ કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે જ હોય છે. અને તે વખતે જીવ અણુહારી હોય છે તેમજ ચૌદમાં ગુણસ્થાનકે પણ અણહારી હોવાથી ત્યાં સંભવતા ૯ અને ૮ આ ૪ વિના ૨૪ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાને હોય છે. ૨૦ ને ૧, ૨૧ ના ૪૨, ૯ અને ૮ ના ઉદયને ૧-૧ એમ ૪૫ વિના આઠે ઉદયસ્થાનના ૭૭૪૬ ઉદયભાગ હોય છે. અને ચૌદમાના ચરમ સમયે સંભવતાં ૯ અને ૮ વિના શેષ ૧૦ સત્તાસ્થાને હોય છે.
અણહારી માગણા - આ માર્ગ વિગ્રહગતિ અને કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા, ચેથા અને પાંચમા સમયે તેમજ ચૌદમા ગુણસ્થાનકે જ હોય છે અન્ય સર્વ કાળમાં સર્વ ગુણસ્થાનમાં જીવ અણહારી જ હોય છે. તેથી મુનિને જ સંભવતાં ૩૧ અને ૧ વિના ૨૩ આદિ ૬ બંધસ્થાન અને નરક પ્રાગ્ય બંધ પણ આ માર્ગણામાં ન હોવાથી નરક પ્રાગ્ય ૨૮ ના બંધને ૧, આહારકદ્ધિક સહિત દેવપ્રાગ્ય ૩૦ ના બંધને ૧, ૩૧ અને - ૧ના બંધને ૧-૧ એમ ૪ વિના (૧૩૯૪૧) તેરહજાર નવસે એક્તાલીશ બંધભાંગા
અને ૨૦-૨૧-૯ અને ૮ એમ ૪ ઉદયસ્થાને અને તેઓના અનુક્રમે ૧-૪-૧ અને ૧ એમ ૪૫ ઉદયભાગ હોય છે અને સત્તાસ્થાન ૯૩ આદિ ૧૨ હોય છે.
આ પ્રમાણે સામાન્યથી અને ૧૪ અવસ્થાનક, ૧૪ ગુણસ્થાનક તેમજ દર માર્ગ ણામાં બંધસ્થાનાદિક તેમજ બંધભાંગા વગેરેની સત્પદપ્રરૂપણા પૂર્ણ થઈ અને આઠ મૂળ કર્મ તેમજ દરેક ૧-૧ કમરની ઉત્તર પ્રવૃતિઓની પણ સત્પદપ્રરૂપણ પૂર્ણ થઈ તેમજ ઉદીરણું અમુક અપવાદ સિવાય ઉદય પ્રમાણે જ હેવાથી ફરીથી બતાવેલ નથી. હવે આઠે કર્મની ઉત્તર પ્રવૃતિઓની કવ્ય પ્રમાણ પ્રરૂપણ પહેલા ૧૪ અવસ્થાનકમાં આ પ્રમાણે છે.
દ્રવ્ય પ્રમાણુ પ્રરૂપણું સામાન્યથી બંધસ્થાન આશ્રયી આઠ કમની ૧૨૦ પ્રકૃતિઓ છે. ત્યાં અસંસી પર્યાપ્ત તેમજ સંજ્ઞી પર્યાપ્ત સિવાયના ૧૨ જીવસ્થાનકના છ જિનનામ, દેવત્રિક, નરકત્રિક